Friday, June 19, 2026

Fact Check

દિવાળીની ઉજવણીમાં મીઠાઇની આપલે કરતા ભારતીય અને પાકિસ્તાની સેના, વાયરલ પોસ્ટનું સત્ય.

Written By Prathmesh Khunt
Nov 2, 2019
image

ક્લેમ :-

દિવાળીની ઉજવણીમાં મીઠાઇની આપલે કરતા ભારતીય અને પાકિસ્તાની સેનાનો એક વીડિયો શેયર કરવામાં આવી રહ્યો છે.

આ પોસ્ટ સાથે એક સંદેશ લખવામાં આવ્યો છે જેમાં લખ્યું છે કે “ ભારતીય અને પાકિસ્તાન સૈનિકો વચ્ચે મિઠાઈઓ અને સુભેચ્છાઓ આપાઈ રહી છે. પાકિસ્તાનની કેટલી લેપડોગ ચેનલોએ આ બતાવ્યું કે ન્યુઝ પેપરના પહેલા પાનાં પર છાપ્યું?” એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને દેશોનો સૈન્યનો સમય તો સારો જ રહ્યો છે, પરંતુ મીડિયા લોકોને ભ્રમિત કરી રહી છે. આ દાવા સાથે આ વિડીઓ ટ્વીટર પર વાયરલ કરવામાં આવ્યો છે.

વેરીફીકેશન :-

ફેસબુક પેજ ભારતીય સૈન્ય – ભારતના અસલી હીરો પર આજ સંદેશ સાથે વિડિઓ શેયર કરવામાં આવ્યો છે.

તેમજ ટ્વીટર પર પણ આજ સમાન દાવા સાથે આ વિડીઓ વાયરલ કરવામાં આવી રહ્યો છે. જે ૨૮ ઓક્ટોબરના પોસ્ટ કરવામાં આવ્યો છે એટલેકે આ દિવાળીના સમયગાળાનો છે.

 જયારે અમે આ વિડીઓના તથ્યો તપાસ ગુગલ પર કીવર્ડની મદદ સાથે કરી ત્યારે જાણવા મળ્યું કે આર્મી 12 ઇન્ફન્ટ્રી બ્રિગેડ ઉરી સેક્ટરમાં કમાન પોસ્ટ ખાતે પાકિસ્તાન આર્મી બ્રિગેડ સાથે વિડિઓ જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં કામન પોસ્ટ પર 2015ના રિપબ્લિક ડે ઉજવણીનો છે. ન્યુઝ સંસ્થાન એએનઆઈએ(ANI)26 જાન્યુઆરી, 2015 ના રોજ વિડિઓને ટ્વીટ કરી હતી.

2015 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે જમ્મુ-કાશ્મીરમાં મીઠાઇની આપલે કરતા ભારતીય અને પાકિસ્તાની સેનાનો એક વીડિયો દિવાળીની પૃષ્ઠભૂમિમાં તાજેતરમાં શેયર કરવામાં આવ્યો છે, અને તેને ભ્રામક માહિતી સાથે વ્યરલ કરવામાં આવી રહ્યો છે.

વાપરવામાં આવેલા ટુલ્સ :-

ગુગલ એડવાન્સ સર્ચ
ટ્વીટર સર્ચ
ફેસબુક સર્ચ
ઇનવીડ ટુલ્સ

પરિણામ :- ભ્રામક વિડીઓ

( નોધ : ઉપર પ્રકાશિત આર્ટિકલમાં કોઈ માહિતી, ડેટા કે આંકડાકીય માહિતીમાં કોઈ ફેરફાર કે ભૂલ જણાઈ, તેમજ કોઈપણ વાયરલ ખબરનું સત્ય જાણવા માટે આપ મેઈલ કરો checkthis@newschecker.in )

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage