ક્લેમ :-
जैन समाज सूरत द्वारा तार में उलझे घायल पंछी को सहायता देने के लिये हेलीकॉप्टर मँगाया गया । “जीओ और जीने दो”—महावीर આ પ્રકારના દાવા સાથે એક વિડિઓ સોશિયલ મિડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર जैन समाज सूरत द्वारा तार में उलझे घायल पंछी को सहायता देने के लिये हेलीकॉप्टर मँगाया गया । “जीओ और जीने दो”—महावीरના દાવા સાથે એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના સુરતમાં જૈન સમાજ દ્વારા આ કામ કર્યા હોવાનો દાવો કરવામા આવ્યો છે.
#जैन समाज सूरत (गुजरात) द्वारा तार में उलझे घायल पंछी को सहायता देने के लिये हेलीकॉप्टर मँगाया गया ।
“जीओ और जीने दो”—महावीर— mohan lal jat (@Mohanlaljat6) February 11, 2020
આ વાયરલ વિડિઓની સત્યતા તાપસવા માટે વિડિઓના સ્ક્રીન શોટને ઇનવિડ ટુલ્સ સાથે સર્ચ કરતા મળતા પરિણામોમાં કેટલાક યુટ્યુબ પર પબ્લિશ થયેલા તેમજ ન્યુઝ રિપોર્ટ પણ જોવા મળે છે. જેમાં આ વિડિઓ વર્જિનિયા દેશના બીચ પર આ પક્ષીની મદદ માટે હેલીકૉપટર બોલાવવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત Virginia pilot નામના ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જે 19 સપ્ટેમ્બર 2013ના રોજ પબ્લિશ કરવામાં આવ્યો હતો, જયારે વાયરલ વિડિઓને ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ પર 10 ફેબ્રુઆરી 2020ના રોજ વાયરલ કરવામાં આવી રહ્યો છે.

વિડિઓને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ વિડિઓ ગુજરાતના સુરતની ઘટના નહીં પરંતુ વર્જિનિયા દેશના બીચ પર બનેલ છે, જેને ખોટા દાવા સાથે ગુજરાતના નામે વાયરલ કરવામાં આવી રહી છે.
TOOLS:–
GOOGLE KEYWORD SEARCH
YOUTUBE SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો ( FAKE NEWS)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)