ક્લેમ :-
દેશના પહેલા એવા પીએમ જે માત્ર બિઝનેસ મેન અને તેમના પરિવારો આગળ જ ઝૂકીને પ્રણામ કરે છે.
यह महिला उद्योगपति अडानी की पत्नी है। झुकी हुई गर्दन को पहिचाने !! pic.twitter.com/MFARjpImTQ
— Bharat Prabhat Party (@sarchana1016) October 14, 2019
વેરિફિકેશન :-
આ મહાપુરુષ મોદીજી છે. તસ્વીર પ્રમાણે ભારતના પીએમ ઉદ્યોગપતી અદાણીના પત્ની સામે પ્રણામ કરી રહ્યા છે. શોશિયલ મીડિયામાં થોડા સમયથી આ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં પીએમ મોદી ઉદ્યોગપતી અદાણીના પત્ની સામે ઝૂકીને પ્રણામ કરતા જોવા મળે છે. ત્યારે આ તસ્વીરને કેટલાક શોશિયલ મીડિયા એકાઉન્ટમાં ફેલાવવામાં આવી રહી છે.
70 વર્ષમાં દેશને મળ્યા પહેલા એવા પ્રધાનમંત્રી જે માત્ર અમીરો સામે 90ડિગ્રી સુધી ઝૂકીને પ્રણામ કરે છે. આ પોસ્ટ 28 ડિસેમ્બર 2018ના રોજ ભ્રામક શંદેશ સાથે આ પોસ્ટ વાયરલ કરવામાં આવી છે.

જયારે આ ભ્રામક દાવાની ખરાઈ કરવા ગુગલ કીવર્ડ સાથે શોધવાનો પ્રયત્ન કર્યોત્યારે સામે આવ્યું કે પ્રધાન નરેન્દ્ર મોદી શ્રીમંત લોકોની સામે સારી રીતે વાંકા વાળી શકે છે, પરંતુ તસ્વીરનો સંદર્ભ જો કે કંઈક અલગ જ છે. ભ્રામક સંદેશાઓમાં કહેવા પ્રમાણે, તસ્વીરમાંની મહિલા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ અદાણી નથી. ચિત્રમાં હકીકતમાં બતાવવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કર્ણાટકના તુમ્કુર સિટીના કોર્પોરેશનના પૂર્વ મેયર સુશ્રી ગીતા રૂદ્રેશને શુભેચ્છા પાઠવે છે.
24 મી સપ્ટેમ્બર, 2014 ના રોજ આ ઘટના બની હતી, જ્યારે પીએમ મોદી બેંગ્લોરથી 90 કિલોમીટર દૂર વસંતનસપુરા ખાતે મેગા ફૂડ પાર્કના ઉદ્ઘાટન માટે તુમ્કુર પહોંચ્યા હતા. તત્કાલીન મેયર ગીતા રુદ્રેશે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું અને તેમણે મહિલાને પ્રતિષ્ઠિત અભિવાદન સાથે જવાબ આપ્યો હતો. તેથી, શ્રીમતી અદાણીની સામે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નમન કરાવવાનો દાવો કરનારા તસ્વીર અને સંદેશાઓ માત્ર છેતરપિંડી છે.

આ મુદ્દા પર વધુ તાપસ કરવા માટે અમે ફરી એક વખત ગુગલ ઇમેજની મદદ વડે પીએમ મોદીની તમામ ફોટોગ્રાફ પર નજર કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે કેટલાક એવા ફોટોગ્રાફ મળી આવ્યા જેમાં તે કોઈ મહિલા નેતા કે કોઈ મહિલા કાર્યકર સાથે વાતચીત કરતા નજરે પડે છે. આ તમામ ફોટોગ્રાફમાં તે એક આદર સાથે તમામ મહિલાઓને પ્રણામ કરતા નજરે પડે છે.

વાપરવામાં આવેલા ટુલ્સ
- ગુગલ કીવર્ડ સર્ચ
- ફેસબુક સર્ચ
- ટ્વીટર સર્ચ
- ગુગલ રિવર્સ ઈમેજ સર્ચપરિણામ :- ભ્રામક દાવો (ફેક ન્યુઝ)