Thursday, January 1, 2026

Fact Check

શું ભારતની ગ્લોબલ હંગર ઈન્ડેક્સ રેન્કિંગ 2014 માં 55 થી ઘટીને 2019 માં 102 થઈ ગયું છે? એક તથ્ય-તપાસ

Written By Prathmesh Khunt
Oct 19, 2019
image

ક્લેમ :-   ભારતનો જીએચઆઈ સ્કોર 2014માં 55થી ઘટનીને 2019માં 100 પર પહોંચ્યો છે. 

 

ગ્લોબલ હંગર ઈન્ડેક્સ(2019) અનુસાર ગંભીર સ્તરોવાળા રાષ્ટ્ર તરીકે વર્ગીકૃત થયેલ 117 દેશોમાંથી ભારત 102માં ક્રમે છે. જે પાછલા વર્ષની સરખામણીએ ભારતનો જી.આઈ.એ. સ્કોર 31.1 રહ્યો છે. આ ચિંતાનું કારણ છે જે હકીકત હોવા છતાં પરિણામ પર ટિપ્પણી કરતા કેટલાક વિભાગોએ દાવો કર્યો છે કે  2014થી ભારતનું રેન્કિંગ નાટકીય રીતે ઘટી ગયું છે. જ્યારે તે 55ની ટોચ પર હતું, ત્યારબાદ 2015માં 80,  2016માં 97, 2017માં 100 અને  2018માં 103 રહ્યું હતું.

એનડીટીવી ન્યુઝ દ્વાર એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો હતો જેમાં “ભૂખ નાબૂદ કરવામાં મોદી સરકાર મનમોહન સરકારથી પણ પાછળ છે, અને પાંચ વર્ષમાં GHI રેન્કિંગમાં 55થી વધીને 103 પર પહોંચ્યો છે. ”દૈનિક ભાસ્કરે એક સમાન અહેવાલ પ્રકાશિત કર્યો છે “ ભારતમાં ભૂખ: મોદી સરકાર આ મામલે સંપૂર્ણપણે નિષ્ફળ જાય છે, દેશ ચાર વર્ષમાં 55 માથી 103મા ક્રમે પહોંચી ગયો છે, જેમાં નેપાળ અને બાંગ્લાદેશ પણ ભારતથી આગળ છે.

ઉપરોક્ત ટ્વિટ પશ્ચિમ બંગાળના સીપીઆઈ નેતા સૂર્ય કાંતા મિશ્રાનું છે. બીજી ટ્વીટમાં  પ્રકાશ આંબેડકર એ દાવો કર્યો હતો કે ભારતનો ક્રમ 55 હતો જે 5 વર્ષમાં 103 પર પહોંચ્યો છે. ફેસબુક પર પણ આવો જ દાવો કરવામાં આવ્યો છે, જેમાં ભારતનું રેન્કિંગ 2014 માં 55 થી વધીને 2018માં 103 થઈ ગયું છે.

 
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આ તમામ દાવા કેટલા સાચા છે ? કેમકે ભૂખ સામે લડવાની વાતતો કરવામાં આવે છે પરંતુ વર્ષ 2014થી ભારતે ભારે ખરાબ પ્રદર્શન કર્યું છે? તે જાણવા માટે અમે પ્રયાસ કર્યા છે.  ભારતનો ક્રમ 2014 માં 55થી વધીને 2019માં 103 થયો છે. તેમજ જે દેશોનો જી.એચ.આઈ. સ્કોર 5 કરતા પણ ઓછો છે જેમાં 44 દેશો મૂકવામાં આવ્યા છે. જેમાં ભારતનો GHI સ્કોર 17.8 છે.  

 
 
ઉપર આપેલા કોષ્ટકમાં જોઈ શકાય છે તેમ કે જમણી કોલમમાં ‘2014માં GHI 5થી ઓછા સ્કોર ધરાવતા દેશો’ અલગથી મૂકવામાં આવ્યા છે, જે મુખ્ય કોષ્ટકમાં પ્રસ્તુત રેન્કિંગનો ભાગ નથી. જયારે 2016ના જીએચઆઇ રિપોર્ટમાં એક સમાન કોષ્ટક હાજર હતું , જેમાં જીઆઇએચ સ્કોર ધરાવતા રાષ્ટ્રોને અલગથી મૂકવામાં આવ્યા નથી. વર્ષ 2016થી 5થી નીચે જીઆઇએચ સ્કોર ધરાવતા તમામ રાષ્ટ્રોને મુખ્ય કોષ્ટકમાં મુકવામાં આવ્યા હતા, જેના કારણે રાષ્ટ્રોની રેન્કિંગમાં ભારે ફેરફાર થયો અને ભારતનું રેન્કિંગ 2014માં 55થી વધીને 2016માં 97 થઈ ગયું હતું.

નોંધનીય છે કે 2014માં 44 રાષ્ટ્રોને ‘GHI સ્કોર અન્ડર 5’ કેટેગરીમાં સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા. જે 2015માં ઘટીને માત્ર 13 પર આવી ગયો હતો. આ સંદર્ભમાં સંભવિત સમજૂતી એ છે કે 2015માં રજૂ કરવામાં આવેલા જી.એચ.આઈ.ના સ્કોરની ગણતરીના સૂત્રમાં એક સુધારો છે. જેને કારણે 2015માં જીએચઆઈ સ્કોર 80 ઉપર પહોંચ્યો હતો.

 
 

 

હવે 2019ના મળેલા ડેટા પ્રમાણે જોઈ શકાય છે કે  5 કરતા ઓછો જીએચઆઈ સ્કોર ધરાવતા દેશોની સંખ્યા 17 છે, હવે સરળ શબ્દોમાં સમજાવીએ તો જો જીઆઇએચિયન 5થી ઓછા સ્કોર ધરાવતા રાષ્ટ્રોને 2016 પહેલાં મુખ્ય કોષ્ટકમાં મૂકવામાં આવ્યા હોત, તો 2014માં ભારતનો ક્રમ 55 + 44 = 99, અને 2015ની રેંક 80 + 13 = 93 થઇ શકે છે.

હકીકતમાં, જી.આઈ.એ ના અહેવાલો સ્પષ્ટ રીતે જણાવે છે કે, “આ કોષ્ટકમાંથી રેન્કિંગ્સ અને અનુક્રમણિકાના સ્કોર્સ, અગાઉના અહેવાલોના રેન્કિંગ અને અનુક્રમણિકાના સ્કોર્સની તુલનામાં ચોક્કસપણે કરી શકાતા નથી.”

2018 માં, કેટલાક મીડિયા સંગઠનોએ ખોટી જાણકારી આપી હતી કે જીઆઇએચ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 2014માં 55 વધીને 2018માં 103 થઈ ગયું છે. જેમાં કેટલાક સોશિયલ મિડિયા ગૃપ પણ આ માહિતી ફેલાવવા પાછળ જવાબદાર છે. જેમાં રાહુલગાંધી દ્વારા આ મુદ્દે ટ્વીટ કરવામાં આવી છે. 

જીએચઆઈ સ્કોર દ્વારા ભારતની અને અન્ય દેશની પરિસ્થતી સમજવા માટે એક ચાર્ટ આપવામાં આવ્યો છે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે ભારતની સ્થિત અને અન્ય દેશની સ્થિતિ.

 
 
નિષ્કર્ષ :- જે પ્રમાણે દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે ભારતનો આંક 44 થી 103 પર પહોંચ્યો છે આ એક ખોટા દાવા છે ભારતનો ક્રમ 2014માં જ 99 પર પહોંચી ચુક્યો હતો. 

વાપરવામાં આવેલા ટુલ્સ 

 
ગુગલ કીવર્ડ સર્ચ 
ફેસબુક સર્ચ 
ટ્વીટર સર્ચ 

પરિણામ :-  ભ્રામક રિપોર્ટ

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage