તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલ તસ્વીર તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો છે. ફેસબુક પર “સલામ છે પંજાબ,હરીયાણાના ખેડુતોને બાકિ અહિયા અમુક નમાલાઓને ખેડુત હીતની પોસ્ટમાં લાઇક કરતા પણ ડર લાગે છે” કેપશન સાથે ખેડૂત આંદોલનનો તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
વાયરલ તસ્વીરને જયારે ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન newsclick દ્વારા 2017માં પબ્લિશ કરવામાં આવેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ કિસાન લોન માફી, લઘુત્તમ ટેકાના ભાવ અને અન્ય માંગણીઓ માટે ઓલ ઈન્ડિયા કિસાન સભા (એ.આઇ.કે.એસ.) ની આગેવાની હેઠળ રાજસ્થાનમાં 1 સપ્ટેમ્બર, 2017 ના રોજ એક મોટું ખેડૂત આંદોલન શરૂ થયું હતું. તેમજ રાજેસ્થાનનું સીકર આંદોલનનું કેન્દ્ર હોવાથી આ આંદોલનને “સીકર કિસાન આંદોલન” તરીકે ઓળખવામાં આવે છે.

આ મુદ્દે વધુ તપાસ કરતા ન્યુઝ સંસ્થાન timesofindia, ndtv તેમજ thewire દ્વારા 2017-18માં પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં રાજેસ્થાનના સીકરમાં થયેલ કિસાન આંદોલન જેમાં ખેડૂતો પોતાની લોન માફી અને પેન્શન યોજના અંગે માંગણી કરવા માટે આંદોલન કરવામાં આવ્યું હતું.
સીકર કિસાન આંદોલન મુદ્દે કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર CPI તેમજ CPI નેતા સીતારામ યેચુરીએ પણ 2017માં થયેલ કિસાન આંદોલનની તસ્વીર શેર કરેલ જોવા મળે છે, જેમાં તેઓએ ‘રાજસ્થાનમાં AIKS આગેવાની હેઠળના ખેડૂતો # લોનવેવર, પેન્શન યોજનાઓ અને મનરેગા માટે વધુ ફાળવણીની માંગ’
Conclusion
પંજાબ, હરિયાણાના ખેડૂતો દ્વારા ચાલી રહેલ આંદોલન મુદ્દે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. 2017માં રાજેસ્થાનના સીકરમાં લોન માફી અંગે થયેલ કિસાન આંદોલનની તસ્વીર હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલનના ભ્રામક દાવા સાથે વાયરલ થયેલ છે. આ મુદ્દે CPI દ્વારા કરવામાં આવેલ ટ્વીટ તેમજ ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ પરથી તસ્વીર 2017ના સીકર કિસાન આંદોલનનો હોવાની સાબિત થાય છે.
Result :- False
Our Source
timesofindia,
ndtv
thewire
newsclick
CPI
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)