Fact Check
સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમો ભૂલીને મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે ભ્રામક વિડિઓ વાયરલ
રિલાયન્સ કંપનીના મલિક મુકેશ અંબાણી હાલમાં દાદા બન્યા છે. થોડા દિવસો અગાઉ મુકેશ અંબાણીએ તેમના પૌત્ર સાથે તસ્વીર શેર કરીને શોશ્યલ મીડિયા મારફતે જાણ કરી હતી. આ ઘટના સંબંધિત એક વિડિઓ ફેસબુક અને ટ્વીટર પર શેર થઈ રહ્યો છે, જેમાં મુકેશ અંબાણી દાદા બન્યા હોવાની ખુશીમાં પાર્ટી આપી રહ્યા છે. જ્યાં કેટલાય ફિલ્મ સ્ટાર અને અન્ય વ્યક્તિઓ હાજર છે, તેમજ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમનું પ્લાન પણ નથી થઇ રહ્યું હોવાના દાવા સાથે આ વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
ફેસબુક પર “ચાલો મુકેશ અંબાણી દાદા બન્યા એની ખુશીની પાર્ટીમાં લઈ જાવ.કોરોના ફક્ત નાના માણસો નું જ બગાડી શકે છે અમીરો થી કોરોનો ભાગતો નજરે ચડ્યો” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
મુકેશ અંબાણી દાદા બન્યા ની ખુશીમાં પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ANI ન્યુઝ , YOYO TV અને Bollywood Headlines દ્વારા સપ્ટેમ્બર 2019માં પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે. જે મુજબ 2019માં ગણેશ ચતુર્થીના સમયે મુકેશ અંબાણીના ઘર પર આ પૂજા રાખવામાં આવેલ હતી, જેમાં ફિલ્મ સ્ટાર્સ, નેતાઓ હાજર હતા.
2019માં ગણેશ ચતુર્થીની તારીખ 2 સપ્ટેમ્બર 2019 છે, જયારે વિડિઓ 3 સપ્ટેમ્બર 2019ના પબ્લિશ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત ન્યુઝ સંસ્થાન economictimes અને hindustantimes સપ્ટેમ્બર 2019ના આ ઘટના પર પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ આ વિડિઓ મુકેશ અંબાણીના ઘરે રાખવામાં આવેલ ગણેશ પૂજાનો છે.

Conclusion
કોરોના વાયરસના નિયમો ભૂલીને મુકેશ અંબાણી પાર્ટી આપી રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ સપ્ટેમ્બર 2019માં મુકેશ અંબાણીના ઘર પર રાખવામાં આવેલ ગણેશ પૂજા સમયનો છે. જે વિડિઓ હાલમાં મુકેશ અંબાણી દાદા બન્યા હોવાની ખુશીમાં પાર્ટી આપી રહ્યા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
economictimes
hindustantimes
ANI ન્યુઝ
YOYO TV
Bollywood Headlines
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)