Fact Check
40 હજાર અમેરિકી સૈનિકોએ રાજીનામુ આપી દીધું અને પોતાના મેડલ ફેંકી દીધા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
અફઘાનિસ્તાન અને ઇરાક જેવા દેશ પર અમેરિકી સૈનિકો શાંતિ સ્થાપિત કરવા યુદ્ધ પર મોકલવામાં આવતા હોય છે. સોશ્યલ મીડિયા પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જ્યાં અફઘાનિસ્તાન અને ઇરાકમાં લડનારા 40 હજાર અમેરિકન સૈનિકોએ રાજીનામું આપી દીધું અને પોતાના મેડલ પર ફેંકી દીધા હોવાના દાવા સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “અફઘાનિસ્તાન અને ઇરાકમાં લડનારા 40 હજાર અમેરિકન સૈનિકોએ રાજીનામું આપ્યું અને અફઘાનિસ્તાન અને ઇરાકના લોકો સાથે એકજુથ થઈને તેમના યુદ્ધ મેડલ ફેંકી દીધા. સ્વીકાર્યું કે “આતંક પર યુદ્ધ” બનાવટી યુદ્ધ હતું…તેઓ અફઘાનિસ્તાન અને ઇરાકના લોકોની માફી માગી રહ્યા છે.” ટાઇટલ સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
અફઘાનિસ્તાન અને ઇરાકમાં લડનારા 40 હજાર અમેરિકન સૈનિકોએ રાજીનામું આપી દીધું હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓના કિફ્રેમ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન Democracy Now! દ્વારા 21 May 2012ના પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે, જ્યાં 8:20 મિનિટ પછી વાયરલ વિડીઓમાં દેખાઈ રહેલ અમેરિકી સૈનિક જોવા મળે છે.
આ પણ વાંચો :- હિન્દૂ યુવતીનું ગળુ કાપવાનો પ્રયાસ કર્યો હોવાના દાવા સાથે લવ જેહાદના નામે ભ્રામક વિડિઓ વાયરલ
નાટો સમિટ અને અમેરિકી સૈનિકોના રાજીનામાં અંગે ગુગલ સર્ચ કરતા reuters, theguardian અને democracynow દ્વારા મેં 2012માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. રિપોર્ટ મુજબ અમેરિકાના શિકાગો શહેર ખાતે ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધો પરથી આવેલા સૈનિકો તેમજ અફઘાન ફોર પીસના સભ્યોએ હજારો લોકો માટે શાંતિ કૂચનું નેતૃત્વ કર્યું હતું અને ઇરાક વેટરન્સ અગેન્સ્ટ ધ વોર નામથી એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 50 જેટલા અમેરિકી સૈનિકો અને સભ્યોએ પોતાનું રાજીનામુ આપ્યું અને સરકાર તરફથી મળેલા મેડલ રસ્તા પર ફેંકી દીધા હતા.

Conclusion
અફઘાનિસ્તાન અને ઇરાકમાં લડનારા 40 હજાર અમેરિકન સૈનિકોએ રાજીનામું આપ્યું અને સરકાર તરફથી મળેલા મેડલ રસ્તા પર ફેંકી દીધા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ થયેલ છે. અમેરિકાના શિકાગોમાં મેં 2012ના 50 જેટલા સૈનિકોએ નાટો સમિટનો વિરોધ નોંધાવતા પોતાના રાજીનામા આપ્યા હતા અને મેડલ ફેંકી દીધા હતા.
Result :- Misleading
Our Source
reuters,
theguardian
democracynow
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044