સોશ્યલ મીડિયા પર એક વિડિઓ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મહિલા અમૂલ આઈસ્ક્રીમ પાર્લરમાં હોબાળો મચાવતી જોવા મળી રહી છે. વિડિઓ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે એક મુસ્લિમ યુવકે આ હિન્દુ યુવતીને જૂઠ્ઠુ બોલીને લગ્ન કર્યા હતા. છોકરીને પછીથી ખબર પડી કે છોકરો પહેલેથી જ પરિણીત છે અને તેના બે બાળકો છે. જે વાતની જાણ થતા છોકરી તે વ્યક્તિના અમુલ પાર્લર પર જઈ ઝગડો કરી રહી છે.
Factcheck / Verification
અમે અમૂલ આઈસ્ક્રીમ પાર્લરમાં મહિલાને રકઝક કરી હોવાના વીડિયોની સત્ય જાણવા તપાસ શરૂ કરી હતી. ગૂગલ કીવર્ડ્સ સર્ચની સહાયથી શોધતા , અમને mpbreakingnews દ્વારા આ મુદ્દે પીડિતાનું લેવામાં આવેલ ઇન્ટરવ્યૂ જોવા મળે છે.
વધુ શોધવા પર, અમને Daily Motion અને दैनिक भास्कर દ્વારા પ્રકાશિત અહેવાલો પણ મળ્યાં. આ અહેવાલો મુજબ, નેહા પાટિલે તેના પતિ આનંદ પાટિલ પર છેતરપિંડીનો આરોપ લગાવી તેની દુકાન પર ધમાલ મચાવી હતી.

પોલીસવાળા વેબ ન્યૂઝ દ્વારા અપલોડ કરેલો એક વિડિઓ મળ્યો. આ વીડિયોમાં પણ આવી જ માહિતી આપવામાં આવી છે કે આ દંપતીનું નામ નેહા પાટિલ અને આનંદ પાટિલ છે. મહિલા પતિના આઈસ્ક્રીમ પાર્લરમાં વાત કરવા ગઈ હતી અને ત્યાં તોડફોડ કરી હતી.
તપાસ દરમિયાન અમને નેહા રઘુવંશી પાટિલની ફેસબુક પ્રોફાઇલ પણ મળી આવે છે, જ્યાં તેણે તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી છે.

Conclusion
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોના નજીકના અભ્યાસ પછી, અમને જાણવા મળ્યું કે વીડિયોમાં ધમાલ મચાવનારી મહિલાને લવ-જેહાદ સાથે કંઈ લેવાદેવા નથી. તપાસમાં અમને જાણવા મળ્યું કે આઇસક્રીમની દુકાનમાં મહિલાના હોબાળો મચાવવાનું કારણ તેના પતિના કપટપૂર્ણ લગ્ન હતાં. તે બંને હિન્દુ છે. યુવતીનું નામ નેહા પાટિલ અને છોકરાનું નામ આનંદ પાટિલ છે.
Result :- Misleading
Our Source
Daily Motion
दैनिक भास्कर
Facebook
mpbreakingnews
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)