ક્લેમ :-
સોશિયલ મિડિયા પર એક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે, વિડિઓમાં સિંહોના એક ટોળાએ રસ્તો રોકીને બેઠા છે. સહેલાણીઓ વિડિઓ બનાવી રહ્યા છે, સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ વિડિઓ ભારતના ગીર અભ્યારણનો છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર એક વિડિઓ સાથે દાવો કરતી પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. આ પોસ્ટમાં સહેલાણીઓ દ્વારા સિંહના એક ટોળાનો વિડિઓ ઉતારવામાં આવી રહ્યો છે.
The royal attitude of lions says “Hey Hooman, don’t disturb me, it’s my nap time”
Gir Asiatic Lions Sanctuary, India. pic.twitter.com/lKqceQvCjh— Jay Dabhi (@IAmJayDabhi) December 9, 2019
પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે ” The royal attitude of lions says “Hey Hooman, don’t disturb me, it’s my nap time” Gir Asiatic Lions Sanctuary, India.“


આ વાયરલ વિડિઓના તથ્યો જાણવા માટે અમે ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા કેટલીક ઇમેજ મળે છે. તેમજ આ વિડિઓને એક ખૂણા પર “Africa Adventure“ નો માર્ક લાગેલો જોવા મળે છે.

આ કિવર્ડ સાથે ગુગલ તેમજ યુટ્યુબ પર સર્ચ કરતા આ “Africa Adventure“ નામની એક યુટ્યુબ ચેનલ જોવા મળે છે. આ ચેનલના અંદર આફ્રિકાના જંગલ સફારીના કેટલાક વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યા છે, આ વિડિઓના અંદર વાયરલ કરવામાં આવેલ વિડીઓ જોવા મળે છે.

આ સાથે વિડિઓમાં દેખાતા વાહનની નંબર પ્લેટના રજીસ્ટ્રેશન નંબર પરથી જાણી શકાય છે કે આ વિડિઓ આફ્રિકાના જંગલ સફારીનો છે, અને આ સિંહોનું ટોળું આફ્રિકાના જંગલનું છે. વાયરલ વિડિઓમાં કહેવામાં આવ્યા મુજબ ભારતના ગીર અભ્યારણના સિંહ હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.
TOOLS:-
GOOGLE SEARCH
YOUTUBE SEARCH
TWITTER SEARCH
FACEBOOK SEARCH
પરિણામ:- ભ્રામક દાવો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)