Sunday, April 26, 2026

Fact Check

દિલ્હીના એક વિસ્તારના ઉગ્ર વિરોધને જામિયાના વિદ્યાર્થી હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ

Written By Prathmesh Khunt
Dec 18, 2019
image

ક્લેમ :-

દેશભરમાં ચાલી રહેલ NRC અને CAB બિલનો અનેક જગ્યા પર ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે, ત્યારે સોશિયલ મિડિયા પર રક વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.

 

 

આ વિડિઓમાં જામિયા યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

 

વેરિફિકેશન :-

NRC અને CAB બિલ પર ચાલી રહેલા વિરોધને લઇ દિલ્હીમાં ચાલી રહેલા ઉગ્ર આંદોલનનો વિડિઓ ફેસબુક પર વાયરલ કરવામાં આવ્યો છે. આ વિડિઓ સાથે દાવો કરવામાં આવ્યો છે ” આ છે દિલ્હીના જામિયા યુનિવર્સીટીના ભણેલા વિધાર્થીઓ જે પોલીસને દોડાવી રહ્યા છે.

 

 

આ વિડિઓને હકીકત તપાસવા માટે અમે ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા આ વાયરલ વિડિઓને લઇ અનેક ન્યુઝ સંસ્થાન દ્વારા રિપોર્ટ કરવામાં આવ્યો છે. આ વિડિઓ દિલ્હીના સિલમપૂર વિસ્તારમાં થઇ રહેલા વિરોધનો છે, જેમાં કેટલાક લોકો દ્વારા NRC અને CABનો વિરોધ કરી રહ્યા હતા.

 

 

 

ન્યુઝ રિપોર્ટમાં જણવ્યા અનુસાર આંદોલન ઉગ્ર બનતા લોકો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે, એક પોલીસ બુથ પર આગ લગાવવામાં આવી હતી તેમજ બાઈક પણ સળગાવવામાં આવ્યા હતા.

 

 

 

 

આ વિડિઓના તથ્યોને લઇ યુટ્યુબ પર કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન અને યુટ્યુબ ચેનલ દ્વારા આ વિડિઓ પબ્લિશ કરવામાં આવ્યો છે. વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસ કરતા મળી આવતા પરિમાણ પરથી સાબિત થાય છે કે આ વિડિઓ જામિયાના વિદ્યાર્થીઓના વિરોધનો નથી, દિલ્હીના એક વિસ્તારમાં ચાલી રહેલ વિરોધનો છે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો તદ્દન ખોટો છે.

TOOLS :- 

GOOGLE KEYWORD SEARCH 

FACEBOOK SEARCH 

NEWS REPORTS 

YOUTUBE SEARCH 

પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage