Fact Check
કેજરીવાલ જે ઘરમાં ભોજન લેવા ગયા ત્યાં પીએમ મોદીની તસ્વીર લગાવેલી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
ગુજરાત ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી રહ્યા છે. 12 સપ્ટેમ્બરે કેજરીવાલ અમદાવાદના એક ઓટો ડ્રાઈવરનું આમંત્રણ સ્વીકાર્યું અને રાત્રે તેમના ઘરે ભોજન લીધું હતું.
આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં કેજરીવાલ જે ઓટો ડ્રાઈવરના ઘરની અંદર કેટલાક લોકો સાથે ઉભા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે ઘરની દિવાલ પર પીએમ નરેન્દ્ર મોદીની તસ્વીર જોઈ શકાય છે. ફેસબુક પર અને ન્યુઝ સંસ્થાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસ્વીર એ જ ઓટો ડ્રાઈવરના ઘરની છે, જ્યાં કેજરીવાલ ગઈ કાલે જમવા ગયા હતા.

વક્ફ ડેવલપમેન્ટ કમિટીના ચેરમેન અને બીજેપી નેતા વસીમ આર ખાને પણ આ તસ્વીર ટ્વીટ કરીને લખ્યું કે કેજરીવાલ જે લોકોના ઘરે ગયા તે લોકો પીએમ મોદીના સમર્થક નીકળ્યા. આ તસ્વીર ફેસબુક અને ટ્વિટર પર અલગ-અલગ કટાક્ષ સાથે વ્યાપકપણે શેર કરવામાં આવી રહી છે.
Fact Check / Verification
કેજરીવાલ અમદાવાદના એક ઓટો ડ્રાઈવરનું આમંત્રણ સ્વીકાર્યું અને રાત્રે તેમના ઘરે ભોજન લીધું હોવાના સંદર્ભમાં વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ સર્ચ કરતા 12 સપ્ટેમ્બર 2022ના રોજ અરવિંદ કેજરીવાલ દ્વારા તેમના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. ટ્વીટ સાથે અમદાવાદના એ જ ઓટો ડ્રાઈવર ના ઘરે ભોજન લેવા અંગે માહિતી આપવામાં આવેલ છે. ટ્વીટ સાથે વાયરલ તસ્વીર પણ જોઈ શકાય છે, પરંતુ અહીંયા પીએમ મોદીની તસ્વીર દિવાલ પર જોવા મળતી નથી.

આ ઉપરાંત, ઝી દિલ્હી-એનસીઆર હરિયાણાએ પણ ઓટો ડ્રાઈવરના ઘરે આ ભોજનનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ઘરની દિવાલ પર વડાપ્રધાનની કોઈપણ તસ્વીર નથી.
Conclusion
કેજરીવાલ અમદાવાદના એક ઓટો ડ્રાઈવરનું આમંત્રણ સ્વીકાર્યું અને રાત્રે તેમના ઘરે ભોજન લીધું હોવાના સંદર્ભમાં વાયરલ થયેલ તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર એડિટ કરીને ભ્રામક રીતે કટાક્ષ સાથે શેર કરવામાં આવી રહી છે.
Result : False
Our Source
Tweet of Arvind Kejriwal, posted on September 12, 2022
Tweet of Zee Delhi-NCR Haryana, posted on September 13, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044