Fact Check
આસામમાં આવેલ પૂરમાં બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે ઇન્ડોનેશિયાનો જૂનો વિડિઓ વાયરલ
આસામમાં ભીષણ વાવાઝોડું ત્રાટક્યું છે, વાવાઝોડાની અસરથી 600થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. ભારે પવનો ફૂંકવા સાથે ચક્રવાતના કારણે ઘણું નુકશાન જોવા મળી રહ્યું છે. સોશ્યલ મીડિયા પર આસામમાં આવેલ વાવાઝોડાના સંદર્ભમાં અંશે વિડિઓ વાયરલ થયેલા છે, આ ક્રમમાં ભારે વરસાદ અને નદીમાં પૂર આવવાના કારણે એક બ્રિજ તણાઈ ગયો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “ભયંકર પુરમાં જાણે કાગળનો હોય એમ બ્રિજ તણાઈ ગયો…આસામ માં તબાહીનો વરસાદ” ટાઇટલ સાથે વિડિઓ શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં જોઈ શકાય છે કે નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજ તણાઈ જઈ રહ્યો છે. વાયરલ વિડિઓ સોશ્યલ મીડિયા પર 40 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવેલ છે, તેમજ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે.

હવામાન ની નવાજુની
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ વિડિઓ હિન્દી ન્યુઝ ચેનલ asianetnews, newstakofficial અને tv9hindi દ્વારા પણ આસામની ઘટના હોવાના દાવા સાથે શેર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : મુસ્લિમ સમુદાયના લોકોએ એક મસ્જિદની સામે ડીજે વગાડતા ટ્રકને રોકીને લાકડીઓ મારી હોવાના વાયરલ વિડીઓનું સત્ય
Fact Check / Verification
આસામમાં ભીષણ વાવાઝોડું ત્રાટક્યું અને એક બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીઓના કિફ્રેમ્સ ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક ન્યુઝ અહેવાલો જોવા મળે છે. જેમાં, ટ્વીટર પર SBS News દ્વારા એપ્રિલ 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. ટ્વીટ પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ ઇન્ડોનેશિયા અને પૂર્વ તિમોરમાં ભારે વરસાદના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
આસામમાં પૂરના કારણે બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા પર મળતી માહિતીના આધારે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન suryakepri દ્વારા એપ્રિલ 2021ના ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ વિસ્તૃત અહેવાલ જોવા મળે છે. જે મુજબ, ઇન્ડોનેશિયાના નુસા તેન્ગારા પ્રાંતમાં ખરાબ વાતાવરણને કારણે સુમ્બા રીજન્સી એનટીટીમાં જૂનો કમ્બાનિરુ બ્રિજ પૂરમાં તૂટી પડ્યો હતો.

ઉપરાંત, યુટ્યુબ પર KOMPASTV અને Official iNews દ્વારા એપ્રિલ 2021ના ઘટના અંગે પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ પોસ્ટ જોવા મળે છે.
Conclusion
આસામમાં ભીષણ વાવાઝોડું ત્રાટક્યું અને એક બ્રિજ તણાઈ ગયો હોવાના દાવા સાથે 2021માં ઇન્ડોનેશિયા ખાતે બનેલ ઘટનાનો વિડિઓ શેર કરવામાં આવેલ છે. આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે બ્રિજ તણાઈ ગયો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
Result : False Context / False
Our Source
Twitter Post of SBS News On 5 April 2021
Media Reports of suryakepri On 4 April 2021
Youtube Videos Of KOMPASTV And Official iNews On 5 April 2021
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044