Fact Check
BOBમાં રૂપિયા જમા-ઉપાડ પરના ચાર્જમાં વાધારો થયો હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવી
‘બેન્ક ઓફ બરોડામાં આજથી રૂપિયા જમા કરાવવા- ઉપાડ પર ચાર્જ વસૂલાશે’ હેડલાઈન સાથે ન્યુઝ પેપર કટિંગ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. આ દાવા પર વધુ સર્ચ કરતા ગુજરાત સમાચાર, વ્યાપાર સમાચાર અને લોકસત્તા જનસત્તા સમાચાર દ્વારા 1 નવેમ્બરથી બેન્ક ઓફ બરોડામાં રૂપિયા જમા -ઉપાડ કરવાના ચાર્જમાં વધારો થયો હોવાની ખબર પબ્લિશ કરવામાં આવેલ છે.

Factcheck / Verification
ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર પર બેન્કના ચાર્જ જાણવા RBI વેબસાઈટ પર જમા-ઉપાડ પર લગાવવામાં આવતા ચાર્જ વિશે સર્ચ કરતા, આ પ્રકારે ચાર્જમાં વધારો થયો હોવા અંગે કોઈપણ નોટિફિકેશન જાહેર કરેલ નથી.
આ મુદ્દે બેન્ક ઓફ બરોડાની આધિકારિક વેબસાઈટ તેમજ ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પર બેન્ક ચાર્જના વધારો થયા અંગે તપાસ કરતા જાણવા મળે છે, આ પ્રકારની કોઈપણ માહિતી બેન્ક દ્વારા જાહેર કરવામાં આવેલ નથી. જયારે બેન્ક ઓફ બરોડા દ્વારા જુલાઈ 2020માં ચાર્જમાં કરેલા ફેરફાર અંગે PDF જાહેર કરલ છે. જે મુજબ 125/- per 25 entries (one folio) લેવામાં આવે છે.

બેન્ક ઓફ બરોડાના ચાર્જમાં વધારા અંગે વધુ તપાસ કરતા ટ્વીટર પર PIB Factcheck દ્વારા 30 ઓક્ટોબરના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જે મુંબા આ દાવો તદ્દન ભ્રામક છે, બેન્ક ઓફ બરોડા દ્વારા ચાર્જના વધારા અંગે કોઈપણ નિર્ણય લેવામાં આવેલ નથી. સૌ પ્રથમ હિન્દી સમાચાર અને ત્યારબાદ ગુજરાતી સમાચાર દ્વારા આ ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવેલ છે.
Conclusion
ન્યુઝ સંસ્થાનો દ્વારા બેન્ક ઓફ બરોડાના રૂપિયા જમા-ઉપાડ પર ચાર્જ વધારાની ખબર તદ્દન ભ્રામક છે. bankofbarodaની વેબસાઈટ પર એકાઉન્ટ પર લાગતા ચાર્જ વિશે માહિતી જોવા મળે છે. તેમજ PIB ફેકટચેક દ્વારા આ દાવાને તદ્દન ભ્રામક જણાવવામાં આવ્યો છે, બેન્ક ઓફ બરોડા દ્વારા આ પ્રકારે કોઈપણ નિર્ણય લેવાયો નથી.
Result :- False
Our Source
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)