Fact Check
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા હોવાના દાવા સાથે જૂનો વિડીયો વાયરલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ભારત જોડો યાત્રા’ કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી 3570 કિલોમીટરનું અંતર કાપીને જન સંપર્ક કરશે. કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ભારત જોડો યાત્રા’ અંગે અનેક પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે. જે ક્રમમાં સોશ્યલ મીડિયા પર કોંગ્રેસની એક રેલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
સોશ્યલ મીડિયા યુઝર દ્વારા “#ભારતજોડોયાત્રા” ટાઇટલ સાથે આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કોંગ્રેસની એક રેલીમાં ભારે ભીડ કોંગ્રેસનો ઝંડો લેહરવતા જોઈ શકાય છે. Newscheckerની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જાણવા મળ્યું છે.

Fact Check / Verification
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ભારત જોડો યાત્રા’ના વાયરલ વિડીયોને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ઓગષ્ટ 2022ના thehindu દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, કર્ણાટક કોંગ્રેસે બેંગલુરુમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે એક મેગા ‘ફ્રીડમ માર્ચ’ કાઢી હતી. આ રેલીમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી લગભગ એક લાખ લોકોએ ભાગ લીધો હતો.

આ ઉપરાંત, યુટ્યુબ ચેનલ Public TV અને Tv9 Kannada દ્વારા 15 ઓગષ્ટ 2022ના રોજ કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ફ્રીડમ માર્ચ’ અંગે ન્યુઝ બુલેટિન જોઈ શકાય છે. અહીંયા, આ રેલીના ડ્રોનથી લેવામાં આવેલ વિઝ્યુલ જોઈ શકાય છે, જેને વાયરલ વિડીયો સાથે સરખાવતાં સાબિત થાય છે કે ભારત જોડો યાત્રા ટાઇટલ સાથે જૂનો વિડીયો શેર કરવામાં આવેલ છે.
Conclusion
કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલ ‘ભારત જોડો યાત્રા’ના નામ સાથે વાયરલ થઈ રહેલ વિડીયો ખરેખર બેંગ્લુરુ ખાતે 15મી ઓગષ્ટના આઝાદીના 75 વર્ષની ઉજવણી સંદર્ભે કોંગ્રેસ દ્વારા આયોજીત એક મેગા ‘ફ્રીડમ માર્ચ’ દરમિયાન લેવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વિડીયોને હાલમાં રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલ ભારત જોડો યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Report Of Thehindu on 15 AUG 2022
Youtube Video by Public TV and Tv9 Kannada on 15 AUG 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044