Fact Check
શું ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
Claim : ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો
Fact : રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો એક સાયન્સ પ્રયોગ છે.
ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધ અંગે અનેક પોસ્ટ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ક્રમમાં ફેસબુક પર એક વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો છે અને આ બોમ્બનો ઉપયોગ સુરંગો બંધ કરવા માટે ઉપયોગમાં લેવાશે” જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાયું છે.

Fact Check / Verification
ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલા વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા Businessinsider વેબસાઈટ પર ડિસેમ્બર 2019માં પ્રકાશિત થયેલો અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, નિક ઉહાસ અને ડેવિડ ડોબ્રિકે હાથીની ટૂથપેસ્ટ પર પ્રયોગ કર્યો હતો, (ફીણ) ફોમના સૌથી મોટા જથ્થાનો વિશ્વ વિક્રમ તોડવાનો સફળ પ્રયાસ કર્યો હતો.

આ અંગે વધુ તપાસ કરતા યુટ્યુબ પર Nick Uhas નામની ચેનલ પર 20 ડિસેમ્બર 2019ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. આ પ્રયોગમાં 625L 35% હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કર્યો, જે છેલ્લો પ્રયાસ છે, માર્ક અને સાયન્સ બોબના પ્રયાસ દ્વારા આ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સમાન વિડીયો તેમની ફેસબુક ચેનલ પર પણ જોવા મળે છે.
Conclusion
ઇઝરાયલ દ્વારા રાસાયણિક બોમ્બ બનાવવામાં આવ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલો વિડીયો એક સાયન્સ પ્રયોગ છે. નિક ઉહાસ અને ડેવિડ ડોબ્રિકે દ્વારા હાથીની ટૂથપેસ્ટ પર પ્રયોગ કરવામાં આવ્યો હતો.
Result : False
Our Source
Media Report Of Businessinsider , Dec 2019
YouTube Video Of Nick Uhas , Dec 2019
આ પણ વાંચો : ભાજપે 2024ની ચૂંટણી માટે ‘ફ્રી રિચાર્જ યોજના’ શરૂ કરી?
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044