Fact Check
ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા સોશ્યલ મીડિયા પોસ્ટ સાથે શેર કરવામાં આવી ભ્રામક તસ્વીર, જાણો શું છે સત્ય
પોરબંદર ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક ભાજપા નેતા રમેશ ધડુક દ્વારા ટ્વીટર અને ફેસબુક પર એક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. સાંસદ રમેશ ધડુકની રજૂઆતને ધ્યાને લઈ નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા હાઈ માસ્ટ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. તેમજ સોશ્યલ મીડિયા પોસ્ટ પર નેશનલ હાઈવે -27 ગોમટા ચોકડી નજીક હાઈ માસ્ટ ટાવર ઉભો કરવામાં આવ્યો હોવાની માહિતી સાથે એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ટ્વીટર પર શેર કરવામાં આવેલ પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીરમાં એક તરફ હાઈ માસ્ટ ટાવરની કામગીરી શરૂ થયેલ જોવા મળે છે, બીજી તરફ લાઇટિંગ સાથે તૈયાર હાઇવેની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck /Verification
ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા નેશનલ હાઇવે 27 પર લગાવવામાં આવેલ હાઈ માસ્ટ ટાવરની પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે, જ્યાં loosco હેવી ઇલેટ્રીક કામ કરતી કંપની દ્વારા 2010માં પબ્લિશ કરવામાં આવેલ બ્લોગ પોસ્ટ જોવા મળે છે, જેમાં હાઈ માસ્ટ ટાવર અંગે કેટલીક માહિતી સાથે વાયરલ તસ્વીર પણ શેર કરવામાં આવેલ છે.

હાઈ માસ્ટ ટાવર અંગે વધુ સર્ચ કરતા indiamart તેમજ અન્ય વેબસાઈટ પર હાઈ લાઈટ ટાવર પર કામ કરતી અલગ-અલગ કંપનીની જાહેરાતો જોવા મળે છે, જ્યાં ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા શેર કરવામાં આવેલ સમાન તસ્વીર પોસ્ટ કરવામાં આવેલ છે. નોંધનીય છે કે અલગ-અલગ યુઝર્સ દ્વારા 2015થી આ તસ્વીરનો ઉપયોગ કરી રહ્યા છે.

હાઈ માસ્ટ ટાવર અંગે વધુ જાણકારી માટે ગુગલ સર્ચ કરતા ટ્વીટર યુઝર્સ Austin Moonlight દ્વારા એપ્રિલ 2016માં કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે, જે મુજબ વાયરલ તસ્વીર ટેક્સાસ હસ્ટન ખાતેની હોવાનું જણાય છે. ઉલ્લેખનીય છે austinmoonlight એક લાઇટ પોલ બનવનાર કંપની છે.
હાલ, મળતા પુરાવા પરથી સાબિત થાય છે કે આ તસ્વીર ગુજરાત નેશનલ હાઈવે 27 નહીં પરંતુ અન્ય કોઈ જગ્યા છે. ઇન્ટરનેટ પર વર્ષ 2015 પહેલાથી અનેક યુઝર્સ દ્વારા આ તસ્વીરનો ઉપયોગ કરવામાં આવેલ છે.
Conclusion
ભાજપા નેતા સાંસદ રમેશ ધડુક દ્વારા નેશનલ હાઇવે 27 પર લગાવવામાં આવેલ હાઈ માસ્ટ ટાવરની પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર તદ્દન ભ્રામક છે, ફેસબુક પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર 2015થી સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા અને અને કંપની ની જાહેરાતો પર ઉપયોગમાં લેવામાં આવેલ છે. વાયરલ તસ્વીર નેશનલ હાઈવે 27 પર લગાવવામાં આવેલ હાઈ માસ્ટ ટાવર નથી.
Result :- Misleading
Our Source
Austin Moonlight
indiamart
Yandex Search
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044