Fact Check
શું આ તસ્વીર ચંદ્રયાન-3ના સફળ પ્રક્ષેપણ બાદ લેવામાં આવેલ છે? જાણો શું છે સત્ય
Claim : આ બહેનો ભારત ની ખગોળ સંસ્થા ‘ઈસરો’ ની શાશ્ત્રજ્ઞ છે.
Fact : ઉજવણી કરતી આ મહિલાઓની તસ્વીર 2014માં મિશન મંગળના સફળ પરીક્ષણ બાદ લેવામાં આવેલ છે.
ભારતે હાલમાં ચંદ્રયાન-3 લોન્ચ કર્યું, તમામ ભારતીયોએ ISROની આ સફળતાને બિરદાવી હતી. સોશ્યલ મીડિયા પર ચંદ્રયાન-3 અંગે અનેક પોસ્ટ જોવા મળી હતી. આ ક્રમમાં એક તસ્વીર વાયરલ થઈ રહી છે, જેમાં કેટલીક સાડી પહેરેલી મહિલાઓ જોવા મળે છે. દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાઓ ભારતની ખગોળ સંસ્થા ISROમાં કામ કરે છે. જેઓએ ચંદ્રયાન-3 નું સફળ અને યશસ્વી પ્રક્ષેપણ કર્યું છે.

આ પણ વાંચો : ઉમરેઠી ડેમ ઓવરફ્લો થવાના દાવા સાથે 2022નો જૂનો વિડીયો વાયરલ
Fact Check / Verification
ચંદ્રયાન-3 નું સફળ અને યશસ્વી પ્રક્ષેપણ કરનાર મહિલાઓની વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા BBC ન્યુઝ દ્વારા સપ્ટેમ્બર 2014 પોસ્ટ કરવામાં આવેલ અહેવાલ સાથે સમાન તસ્વીર જોવા મળે છે.

મળતી માહિતી મુજબ, બેંગ્લોરમાં મિશન મંગળના સફળ પરીક્ષણ બાદ આ મહિલાઓ એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા છે. માર્સ ઓર્બિટર સ્પેસક્રાફ્ટ (એમઓએમ) સફળતાપૂર્વક મંગળની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યા બાદ ઇસરોના કર્મચારીઓ ઉજવણી કરી રહ્યા છે.
આ સમાચાર અંગે sundaytimes અને theguardian દ્વારા પ્રકાશિત થયેલા અહેવાલ પણ જોવા મળે છે. જ્યારે ભારતના મંગળ મિશનના સેટેલાઇટને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં મૂક્યા બાદ વૈજ્ઞાનિકો એકબીજાને શુભેચ્છા પાઠવી રહ્યા હતા ત્યારે AFP સમાચાર એજન્સીના ફોટોગ્રાફર મંજુનાથ કિરણે આ અદ્ભુત તસવીર ક્લિક કરી હતી.

Conclusion
ચંદ્રયાન-3 નું સફળ અને યશસ્વી પ્રક્ષેપણ બાદ વાયરલ તસ્વીર લેવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ઉજવણી કરતી આ મહિલાઓની તસ્વીર 2014માં મિશન મંગળના સફળ પરીક્ષણ બાદ લેવામાં આવેલ છે.
Result : False
Our Source
Media Reports Of BBC, 14 Sept, 2014
Media Reports Of sundaytimes , 14 Sept, 2014
Media Reports Of theguardian , 4 Nov 2013
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044