Fact Check
ગૌહત્યા પર લાગુ કરાયેલ કાયદા અંગે ગૃહમંત્રી દ્વારા 2017માં આપવામાં આવેલ માહિતીનો વિડિઓ વાયરલ.
Claim :-
ગુહમંત્રી પ્રદીપસિંહ દ્વારા ગૌરક્ષા પર કડક કાયદો લાગુ કરવામાં આવ્યો છે. એક નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે, જે મુજબ ગુજરાતમાં ગૌહત્યા પર આજીવન કેદની સજા. સોશ્યલ મીડિયા પર પ્રેદીપસિંહ દ્વારા આપવામાં આવેલ માહિતી સાથે “પ્રદીપસિંહ અગાઉ કરેલ સજા નું નોટિફિકેશન પરિપત્ર આજ રોજ થી લાગુ, ગુજરાત ગૌ હત્યા ઉપર આજીવન કેદ ની સજા. ખુબ ખુબ આભાર ગુજરાત સરકાર #જયગૌમાતા” કેપ્શન સાથે વિડિઓ વાયરલ કરવામાં આવ્યો છે.
Fact check :-
વિડિઓ શા માટે અચાનક વાયરલ કરવામાં આવ્યો છે? કારણ કે થોડા દિવસો પહેલા હિમાચલમાં ગાયને વિસ્ફોટક ખવડાવી ગાયની ગંભીર ઇજા પહોંચાડવામાં આવી હતી. હિમાચલમાં બનેલ ઘટના ના કારણે સોશ્યલ મીડિયા પર આ પ્રકારે વિડિઓ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

વાયરલ વિડિઓ પર કરવામાં આવેલ દાવા પર ગુજરાત સરકારનો ગૌરક્ષા કાયદો જાણવા કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા GUJARAT ANIMAL PRESERVATION (AMENDMENT) ACT, 2011 પર લાગુ કરાયેલ કાયદો જાણવા મળે છે. તેમજ આ કાયદા પર શું જોગવાઈ કરવામાં આવી છે, તે જોવા મળે છે.

વાયરલ વિડિઓ પર વધુ તપાસ દરમિયાન કેટલાક ન્યુઝ રિપોર્ટ પર જાણવા મળે છે, માર્ચ 2017માં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા 2011ના કાયદા પર કેટલાક ફેરફાર સાથે 2017માં વિધાનસભામાં ગૌહત્યા પર કાયદો રજૂ કર્યો હતો.

જે બાદ 3 જૂન 2017ના રોજ પ્રદીપસિંહ દ્વારા આ કાયદા પર જાણકારી આપતો વિડિઓ જે શોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે, તેના પર ન્યુઝ સંસ્થાન deshgujarat અને DDnews દ્વારા પોસ્ટ કરવામાં વિડિઓ જોવા મળે છે.
આ ઉપરાંત timesofindia, business-standard દ્વારા પણ 3 જૂન 2017ના રોજ આ કાયદા પર માહિતી પબ્લિશ કરવામાં આવેલ છે.


Conclusion :-
વાયરલ વિડિઓ પર મળતા તમામ પરિણામ પરથી સાબિત થાય છે, પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગૌરક્ષા કાયદા પર માહિતી આપતો વિડિઓ જે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે તે ઘટના 2017ની છે. જૂન 2017માં પ્રદીપસિંહ જાડેજા દ્વારા ગૌરક્ષા કાયદા પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કે ગૌ હત્યા કરવા પર આજીવન કેદની સજા, જે દાવો સત્ય છે, પરંતુ પોસ્ટ સાથે જુન 2017ના રોજ પબ્લિશ કરાયેલ વિડિઓ મુકવામાં આવ્યો છે.
source :-
facebook
youtube
news reports
keyword search
પરિણામ :- MISLEADING