ભારતની મુલાકાતે આવેલા દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને બેટ્સમેન ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયું હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. હકીકતમાં, 8 ઓક્ટોબરે ડેવિડ મિલરે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક નાની બાળકી સાથે જોવા મળી રહ્યો છે. વીડિયો પોસ્ટ શેર કરતા મિલરે RIP લખીને આ છોકરીને શ્રદ્ધાંજલિ આપી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ અને કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં ક્રિકેટ રમી રહેલા ડેવિડ મિલરની પુત્રી હવે આ દુનિયામાં નથી. આ ક્રમમાં ઘણી નેશનલ ન્યૂઝ વેબસાઈટ્સ દ્વારા પણ ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયાના સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને બેટ્સમેન ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયું હોવાના દાવા અંગે Newschecker હિન્દી અને ઈંગ્લીશ ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક અહીંયા વાંચો
Fact Check / Verification
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને બેટ્સમેન ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ સમાચાર અહેવાલો અને સોશ્યલ મીડિયા પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ્સ સર્ચ કરતા સ્પોર્ટ્સ બ્રિઝ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે વાયરલ તસ્વીરમાં જોવા મળતી છોકરી મિલરની પુત્રી તરીકે વર્ણવવાની ભૂલ સ્પોર્ટ્સ બ્રિઝ દ્વારા પણ કરવામાં આવી હતી. પરંતુ ડેવિડ મિલરે પોતે આ પોસ્ટ પર ટિપ્પણી કરી હતી અને જણાવ્યું હતું કે આ છોકરી તેની પુત્રી નથી. જો..કે સ્પોર્ટ્સ બ્રિઝે ખોટી માહિતી શેર કરવા બદલ માફી પણ માંગી છે.
જયારે, ડેવિડ મિલર દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 9 ઓક્ટોબરના આ બાળકી સાથે તસ્વીર શેર કરતા લખ્યું હતું કે “RIP લિટલ રોકસ્ટાર” જે બાદ સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ ચેનલોએ ડેવિડ મિલરની પુત્રીનું અવસાન થયું હોવાની માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જો..કે ડેવિડ મિલરની પોસ્ટમાં તેમની માતા જેન્ની મિલરે કોમેન્ટ કરીને જણાવ્યું હતું કે “એક દેવદૂત અને આસપાસના લોકો માટે પ્રેરણારૂપ એવા ફાઇટર ડેવિડ મને તારા દયાળુ, આશાથી ભરપૂર, પ્રેમાળ, સંભાળ રાખનાર સ્વભાવ પર ગર્વ છે, સાથી મનુષ્યો પ્રત્યે તમારી નિઃસ્વાર્થ, દયાળુ, સૌમ્ય અને ખુશ મિજાજ સાથે કામ આવવું, એક માતાપિતા તરીકે મને એ જાણીને ખૂબ ગર્વ થાય છે કે કેન્સર સામેની તેની લડાઈમાં તમે ‘એની’ અને તેના પરિવાર સાથે સફર કરી રહ્યા હતા. RIP ડાર્લિંગ એની.”

વાયરલ દાવા અંગે “ધ ઈન્ડિયન એક્સપ્રેસ” દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. સમાચાર મુજબ ડેવિડ મિલરના એક મોટા પ્રશંસકનું નિધન થયું છે. માહિતી મુજબ મિલર સાથે જોવા મળતી બાળકી કેન્સરથી પીડિત હતી. કેટલાક અન્ય અહેવાલો અનુસાર પણ ડેવિડ મિલરે ઇન્સ્ટાગ્રામ પર મૃત્યુ વિશે પોસ્ટ કરેલી છોકરી તેની ફેન છે, તેની પુત્રીની નહીં.
9 ઑક્ટોબર, 2022 ના રોજના બિઝનેસ ટુડેના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, “દક્ષિણ આફ્રિકન ક્રિકેટર ડેવિડ મિલરે શનિવારે જાહેરાત કરી હતી કે તેમના એક યુવા ચાહક, એનીનું અવસાન થયું છે. એની કેન્સર સામેની વર્ષોની લડાઈ હારી ગયા પછી મૃત્યુ પામી.”
Conclusion
દક્ષિણ આફ્રિકાના ક્રિકેટર અને બેટ્સમેન ડેવિડ મિલરની પુત્રીનું નિધન થયું હોવાના દાવા સાથે વાયરલ થયેલ સમાચાર અહેવાલો અને સોશ્યલ મીડિયા પોસ્ટ તદ્દન ભ્રામક છે. ડેવિડ મિલર દ્વારા જે બાળકી સાથે તસ્વીર શેર કરવામાં આવી હતી તે તેમની એક ફેન હતી, આ બાળકી કેન્સરની પીડિત હતી અને મૃત્યુ પામી છે. જે અંગે ડેવિડ દ્વારા શ્રદ્ધાંજલિ આપતી પોસ્ટ શેર કરવામાં આવી હતી.
Result : False
Our Source
Report of The Indian Express, published on October 10, 2022
Report By Business Today, Dated October 9, 2022
Instagram Post of Sports Breeze, shared on October 9, 2022
Instagram Post By David Miller
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044