Fact Check
WeeklyWrap : વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું અને બકરી ઈદના દિવસે કાલોલ ખાતે ગૌ હત્યા મામલે કોમી હિંસા તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હોવાના ભ્રામક દાવા પર ફેક્ટ ચેક
WeeklyWrap આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેક ન્યુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું તો આ તરફ ગીતા પ્રેસ આર્થિક ભીડના કારણે બંધ થવાની ભ્રામક અફવા અને બકરી ઈદના દિવસે કાલોલ ખાતે ગૌ હત્યા મામલે કોમી હિંસા પર TOP 5 ફેકટચેક

શું ચેન્નાઇના આ વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું અને જાતે પોલીસ સ્ટેશન હાજર થયો?
દેશમાં બળત્કારના કિસ્સાઓ અવાર-નવાર સાંભળવા મળે છે, સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ અને પોસ્ટ જોવા મળે છે. એવા જ એક ચોંકાવનારા કિસ્સા સાથે ફેસબુક પોસ્ટ જોવા મળે છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે “ચેન્નાઇના આ છોકરાની બહેન પર બળાત્કાર કરવામાં આવ્યો ત્યારે તેણે બળાત્કાર કરનારનું માથું કાપી તેને પોલીસ સ્ટેશન લઇ આવ્યો”

રામાયણ અને ગીતા છાપનાર ગોરખપુર સ્થિત ગીતા પ્રેસ આર્થિક ભીડના કારણે બંધ થવાની ભ્રામક અફવા વાયરલ
રામાયણ અને ભગવત ગીતા હિન્દૂ ધર્મ માટે પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે, અને અનેક લોકોની આસ્થા જોડાયેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક ભ્રામક દાવો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઉત્તરપ્રદેશ ગોરખપુર ખાતે આવેલ ‘ગીતા પ્રેસ’ બંધ થવા જઈ રહ્યું છે. આર્થિક મુશ્કેલીના કારણે આ પ્રેસ બંધ થવાનો દાવો કરવામાં આવ્યો છે.

બકરી ઈદના દિવસે કાલોલ ખાતે ગૌ હત્યા મામલે કોમી હિંસા ફાટી નીકળી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક અને ટ્વીટર પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ ખાતે બકરી ઈદના દિવસે ગૌ હત્યા અને ગૌ માંસ મુદ્દે કોમી હિંસા ( communal clash )સર્જાઈ હતી અને હિન્દૂ આગેવાનો અને પોલીસ જવાનો પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો.

RSSની દુર્ગાવાહિનીની મહિલાએ મુંબઈ ખાતે પાકિસ્તાની મહિલા રેસલરને હરાવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફેસબુક અને ટ્વીટર પર કુસ્તીનો વિડિઓ શેર કરતા દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈમાં યોજાયેલી મહિલા કુસ્તીમાં (female wrestler)એક પાકિસ્તાની મહિલાએ રિંગમાં ઉભા ઉભા હિન્દૂ મહિલાઓને અપમાનિત કરીને કુસ્તી લડવા પડકાર ફેંક્યો અને આ પડકાર સ્વીકાર કરતા RSS durgavahini ની સભ્ય સન્ધ્યાએ રિંગમાં ઉતરીને જવાબ આપ્યો.

દિલ્હીમાં ભારે વરસાદમાં અનેક વિસ્તારો પાણી ડૂબ્યા હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ વાયરલ
ફેસબુક પર ભાજપ કાર્યકર Haresh Savaliya નામના યુઝર દ્વારા “આતો દરિયો બનાવી દીધો હો કેજરીવાલ સાહેબ” કેપશન સાથે દિલ્હીમાં પાણી ભરાયા હોવાનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. આ વિડિઓ ફેસબુક પર કુલ 5.6k લોકો દ્વારા જોવામાં આવ્યો છે, અને 100થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044