Fact Check
Weekly Wrap : ‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વિડિઓ વાયરલ ,ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી અને 1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવામાં આવશે.
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં ‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વાયરલ થયેલ વિડિઓ તો ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી અને ‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ’ સ્લોગન સાથે વાયરલ તેમજ કિસાનો દ્વારા Reliance Jio સિમકાર્ડ સળગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેકટચેક

‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વાયરલ થયેલ વિડિઓ હાલ કિસાન આંદોલનનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ વિડિઓના નજીકથી અભ્યાસ કર્યા પછી, અમે જોયું કે વર્ષો જુની વિડિઓને હાલના ખેડૂત પ્રદર્શન સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે. તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો લગભગ ચાર વર્ષ જૂનો છે. તપાસ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ થયેલા વીડિયો કેનેડામાં થયેલ પ્રોટેસ્ટનો છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ખેડૂતોના સમર્થન માટે ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાની ધમકી આપવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
વાયરલ તસ્વીરમાં ક્રિકેટરો દ્વારા પોતાના એવોર્ડ સરકારને પાછા આપવાનો દાવો તદ્દન ભ્રામક છે. ક્રિકેટર સચિન તેંડુલકર, કપિલ દેવ અને સુનિલ ગાવસ્કર દ્વારા આ પ્રકારે કોઈપણ નિવેદન આપવામાં આવેલ નથી, આ વાતની પુષ્ટિ તેમના ટ્વીટર ઓફિશ્યલ એકાઉન્ટ પરથી સાબિત થાય છે. તેમજ વાયરલ દાવા અંગે કોઈપણ ન્યુઝ સંસ્થાન દ્વારા માહિતી જાહેર કરવામાં આવેલ નથી. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે બનવવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

‘ના યોગી, ના મોદી કે ના તો જય શ્રીરામ’ સ્લોગન સાથે વાયરલ પોસ્ટર 2018માં થયેલ આંદોલન છે.
હાલના આંદોલનને જણાવીને જે પોસ્ટર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યું છે તે ખરેખર વર્ષ 2018 માં થયેલ ખેડૂત આંદોલન સમયની તસ્વીર છે. આ પોસ્ટરનો હાલમાં ચાલી રહેલ કિસાન આંદોલન સાથે કોઈ સંબંધ નથી.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કિસાનો દ્વારા Reliance Jio સિમકાર્ડ સળગાવવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે જૂની તસ્વીર વાયરલ
Jio SIMsને સળગાવવામાં આવ્યા હોવાની તસ્વીર સપ્ટેમ્બર મહિનામાં અમૃતસરમાં થયેલ પ્રોટેસ્ટ સમયની છે. હાલમાં દિલ્હી ખાતે ચાલી રહેલ આંદોલન દ્વારા આજે jio-અદાણી પ્રોડકટનો બહિષ્કાર કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે ઘટના સંબંધિત જૂની તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ લેવામાં આવશે, ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવી
ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર જેમાં 1 જાન્યુઆરીથી UPI ટ્રાન્જેક્શન પર ચાર્જ વસુલ કરવામાં આવશે, જે દાવો તદ્દન ભ્રામક છે. NPCI દ્વારા આ મુદ્દે 5 નવેમ્બરના પ્રેસ રિલીઝ મારફતે તેમજ ટ્વીટર પર 8 ડિસેમ્બરના ખુલાસો કરવામાં આવેલ છે. આ મુદ્દે PIB દ્વારા પણ ફેકટચેક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)