Fact Check
Weekly Wrap : કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને 20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે તેમજ ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળ્યો હોવાના વાયરલ દાવાઓ પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે, અને તેના વોટિંગ બાદ જ આ કૃષિ બિલ કાયદો બનાવવામાં આવ્યો અને 20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે અને ચાર્જ લેશે! તેમજ BJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર જાહેર કરાયા હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેક્ટ ચેક

કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે, અને તેના વોટિંગ બાદ જ આ કૃષિ બિલ કાયદો બનાવવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. સદનમાં ભાજપનું પ્રતિનિધત્વ વધુ હોવાથી વોટિંગ પ્રોસેસમાં પણ આ નવા કૃષિ કાયદો પાસ થયો છે. જયારે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષો દ્વારા શરૂઆતથી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે.

20 જાન્યુઆરીથી બેંક એકપણ સર્વિસ ફ્રી નહીં આપે અને ચાર્જ લેશે, જાણો ભ્રામક દાવાનું સત્ય
બેંક દ્વારા 20 જાન્યુઆરીથી એક પણ સર્વિસ ફ્રીમાં નહીં આપવામાં આવે આ પોસ્ટમાં કરવામાં આવેલા દાવા પ્રમાણે બેંક દ્વારા કોઈ ચાર્જીસમાં વધારો કરવામાં આવ્યો નથી. આ મેસેજ વર્ષ 2018થી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. આ મુદ્દે બેંક એસોસિએશન દ્વારા એક પ્રેસ રિલીઝ મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે.

ગુજરાતના નલિયામાં પાણી ની પાઇપ માંથી બરફ નીકળતો હોવાના વાયરલ ભ્રામક વિડિઓનું સત્ય
નલિયામાં માઇનસ 2 ડિગ્રી તાપમાન હોવા સાથે ખેતરમાં પાણી ની પાઈપલાઈન માંથી બરફના ટુકડા નીકળી રહ્યા હોવાનો વાયરલ વિડિઓ હકીકતમાં નોર્થ ઇન્ડિયા હરિયાણાના ફિરોઝપુરનો છે. તેમજ વાયરલ વિડિઓ ડિસેમ્બર 2018માં લેવામાં આવેલ છે, જેને હાલમાં નલિયા શહેરમાં વધુ પડતી ઠંડીના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.

BJP નેતાની તસ્વીરને 5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામ પર ભ્રામક દાવા સાથે વાયરલ
5000 કરોડનું કૌભાંડ કરનાર નીતિન સાંડેસરા અમિત શાહ અને રાજનાથ સિંહના મિત્ર હોવાથી તેમના પર કાર્યવાહી ન થતી હોવાની માહિતી તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વેસ્ટ બંગાળના નેતા રિતેશ તિવારીની તસ્વીરને બેન્ક કૌભાંડ કરનાર નીતિન સાંડેસરાના નામે ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

દિલ્હી સિંઘુ બોર્ડર આ ટેન્ટ હાઉસ લગાવવામાં આવ્યા હોવાનો દાવો ભ્રામક છે, જાણો શું છે સત્ય
સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી તસ્વીર ભ્રામક દાવા શેર કરવામાં આવી રહી છે. વાયરલ તસવીરનો દિલ્હી સિંઘુ બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલન સાથે કોઈ સંબંધ નથી. વાયરલ તસ્વીર હકીકતમાં 2013માં અલ્લાહબાદ થયેલ મહાકુંભ મેળા સમયે લગાવવામાં આવેલ ટેન્ટ હાઉસ છે, જેને ખેડૂત આંદોલન સાથે ભ્રામક રીતે જોડવામાં આવેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)