Fact Check
Weekly Wrap : માસ્ક પર 18% GST લગાવવામાં આવી, તો Myntraની એડ હિન્દૂ વિરોધી અને પાકિસ્તાની સંસદમાં મોદીના નારા લાગ્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેકટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં માસ્ક પર 18% GST વસુલ, હિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત , ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બાની નિવૃત્તિ, પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા અને યમનના મળેલ ડેડબોડી ગુજરાતના સોશ્યલ વર્કર પપ્પુ શુકલા હોવાના દાવાઓ પર Top 5 ફેકટચેક.

માસ્ક પર 18% GST વસુલ કરવામાં આવે છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો કે માસ્ક પર સરકાર દ્વારા 18% GST લેવામાં આવે છે, જે તદ્દન ભ્રામક દાવો છે. મેડિકલ સાધનો પર GSTના દરની માહિતી મુજબ માસ્ક પર 5% થી 12% સુધી ટેક્સ લગાવવામાં આવે છે. ફેસબુક પર કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

હિન્દૂ આસ્થાની મજાક ઉડાવનારી Myntraની જાહેરાત પર વાયરલ થયેલ દાવાનું સત્ય
#boycottmyntra ટેગ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તસ્વીર 2016માં ScrollDroll વેબસાઈટ દ્વારા બનવવામાં આવેલ હતી. જે મુદ્દે ScrollDroll અને myntra દ્વારા ટ્વીટર મારફતે સ્પષ્ટતા કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર હટાવવામાં આવેલ છે અને વેબસાઈટ દ્વારા માફી પણ માંગવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા નિવૃત્તિ લઇ રહ્યા હોવાનો ભ્રામક દાવો વાયરલ
ફ્રાન્સમાં ચાલી રહેલ વિરોધ સંદર્ભે માન્ચેસ્ટર યુનાઇટેડના ફૂટબોલર પોલ પોગ્બા પણ નિવૃત્તિ લઇ રહ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. સોશ્યલ મીડિયા પર વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પર પોલ પોગ્બા દ્વારા ખુલાસો આપવામાં આવેલ છે, જે મુજબ તેઓ ફૂટબોલ માંથી નિવૃત્તિ નથી લઇ રહ્યા તેમજ ફ્રાન્સ પ્રેસિડેન્ટ દ્વારા કરવામાં આવેલ ટિપ્પણી મુદ્દે તેઓ કોઈપણ વિરોધમાં જોડાયેલ નથી. ન્યુઝ સંસ્થાન TheSun દ્વારા પબ્લિશ કરવામાં આવેલ એક આર્ટિકલ બાદ આ ભ્રામક દાવાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ન્યુઝ ચેનલો અને ભાજપ નેતાઓએ કર્યો ભ્રામક વિડિઓ વાયરલ, કહ્યું પાકિસ્તાની સંસદમાં મોદી નામના નારા લાગ્યા છે.
શોશ્યલ મીડિયા યુઝર્સ ન્યુઝ ચેનલો અને એન્કરો તેમજ BJP સમર્થકો દ્વારા પોસ્ટ કરવામાં આવેલ દાવો કે પાકિસ્તાની સંસદમાં મોદી-મોદીના નારા લાગ્યા જે તપાસ દરમિયાન તદ્દન ભ્રામક સાબિત થાય છે. પાકિસ્તાનના વિદેશ પ્રધાન ફ્રાન્સના મુદ્દે ઠરાવ અંગે ચર્ચા કરી રહ્યા હતા, જે દરમિયાન સભ્યો દ્વારા ‘વોટિંગ-વોટિંગ’ ના નારા લગાવવામાં આવ્યા હતા.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

યમનના મળેલ ડેડબોડી ગુજરાતના સોશ્યલ વર્કર પપ્પુ શુકલા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
સોશ્યલ મીડિયા પર ગુજરાતના પપ્પૂ શુકલાની ડેડબોડી રસ્તા પર મળી આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર હકીકતમાં યમનના ઇસ્માઇલ હાદી છે. જેઓ એક સોશ્યલ વર્કર હતા અને કુતરાઓને ખવડાવતા તેમનું ધ્યાન રાખતા. હાલમાં તેમના મૃત્યુ બાદ તેમની ડેડબોડી રસ્તા પર પડેલ જોવા મળી અને જે બાદ સોશ્યલ મીડિયા પર આ તસ્વીર ગુજરાતના પપ્પુ શુકલા જે આવી રીતે કુતરાઓની સંભાળ રાખતા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)