Fact Check
Weekly Wrap : રામ મંદિર નિર્માણની પ્રથમ તસ્વીર વાયરલ તો બેન્ક હવે જમા-ઉપાડ પર લેશે વધુ ચાર્જ અને ફ્રાંસે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાના ભ્રામક દાવાઓ પર ફેક્ટ ચેક
આ અઠવાડિયામાં Newschecker દ્વારા સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ તમામ ફેકનયુઝ પર ખુલાસો કરવામાં આવ્યો છે. જેમાં રામ મંદિર નિર્માણની પ્રથમ તસ્વીર કાશી વિશ્વનાથની કોરિડોર છે, BOBમાં રૂપિયા જમા-ઉપાડ પરના ચાર્જમાં વાધારો થયો, ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા અને PM મોદી સરદાર પટેલની પ્રતિમાને હિટલરની જેમ સલામી આપી હોવાના દાવા પર કરવામાં આવેલ Top 5 ફેકટચેક

કાશીવિશ્વનાથ કોરિડોરની તસ્વીર રામ મંદિર નિર્માણની હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
રામ મંદિરના નિર્માણની પ્રથમ તસ્વીર હોવાના દાવા સાથે વાયરલ પોસ્ટ ભ્રામક છે. વાયરલ તસ્વીર વારાણસીના કાશીવિશ્વનાથ કોરિડોરની છે, જેને રામ મંદિર હોવાના ભ્રામક દાવા સાથે ભાજપ નેતા તેમજ અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. hindustantimes દ્વારા લેવામાં આવેલ તસ્વીર પરથી રામ મંદિરની ભ્રામક પોસ્ટ અંગે જાણકારી મળેલ છે.

BOBમાં રૂપિયા જમા-ઉપાડ પરના ચાર્જમાં વાધારો થયો હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા પ્રકાશિત કરવામાં આવી
ન્યુઝ સંસ્થાનો દ્વારા બેન્ક ઓફ બરોડાના રૂપિયા જમા-ઉપાડ પર ચાર્જ વધારાની ખબર તદ્દન ભ્રામક છે. bankofbarodaની વેબસાઈટ પર એકાઉન્ટ પર લાગતા ચાર્જ વિશે માહિતી જોવા મળે છે. તેમજ PIB ફેકટચેક દ્વારા આ દાવાને તદ્દન ભ્રામક જણાવવામાં આવ્યો છે, બેન્ક ઓફ બરોડા દ્વારા આ પ્રકારે કોઈપણ નિર્ણય લેવાયો નથી.

પુરષોતમ રૂપાલાના 2017ના ચૂંટણીના ભાષણનો વિડિઓ ભ્રામક દાવા સાથે વાયરલ
પુરષોતમ રૂપાલાના વાયરલ થયેલ ભાષણનો વિડિઓ એડિટેડ અને જૂનો છે. 2017માં ચૂંટણી સમયે આપવામાં આવેલ ભાષણનો વિડિઓ માંથી 10 સેકન્ડનો એક ભાગ ફેસબુક પર ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો છે. વાયરલ ભાષણનો પૂરો વિડિઓ પુરષોતમ રૂપાલા દ્વારા યુટ્યૂબ પર 2017માં પબ્લિશ કરવામાં આવેલ છે.

ફ્રાન્સે 183 પાકિસ્તાનીના વિઝા રદ્દ કર્યા હોવાની ભ્રામક ખબર ન્યુઝ સંસ્થાનો દ્વારા વાયરલ
ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરવામાં આવેલ ખબર ‘ઇમરાન ખાનથી ફ્રાન્સ ભડક્યું, 183 પાકિસ્તાનીના વિઝા રદ, 118 પાકિસ્તાનીઓને ફરજિયાત ડિપોર્ટ કરી દેવાયા’ તદ્દન ભ્રામક છે. Embassy of Pakistan નામના ફેક ટ્વીટર એકાઉન્ટ પરથી 183 પાકિસ્તાની તેમજ આઈએસઆઈના ભૂતપૂર્વ વડા લે. જનરલ અહમદ શુજા પાશાના વિઝા રદ્દ કરવામાં આવ્યા હોવાની ભ્રામક ખબર પબ્લિશ કરવામાં આવેલ છે.

PM મોદી સરદાર પટેલની પ્રતિમાને હિટલરની જેમ સલામી આપી રહ્યા છે, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
સોશિયલ મીડિયા પર પીએમ મોદીની જે તસવીર હિટલરની જેમ સલામ કરાઈ હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે, તે ખરેખર એક ભ્રામક દાવો છે. મોદી સરદાર પટેલ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિન પર એકતાની શપથ લઈ રહ્યા હતા, જેને કોંગ્રેસના નેતાઓએ ભ્રામક દાવાઓ સાથે પોસ્ટ કરેલ છે.
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)