Fact Check
WeeklyWrap : અગ્નિપથ યોજના મુદ્દે ભડકેલ હિંસાથી લઈને ગુજરાતમાં માસ્ક ફરજિયાત થવાના ભ્રામક દાવા પર ફેકટચેક
WeeklyWrap : અગ્નિપથ યોજના ના વિરોધમાં તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી બીજી તરફવ આ યોજના સંદર્ભે પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવાઓ પર કરવામાં આવેલ TOP 5 ફેકટચેક

આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ લાગુ થયો હોવાની ભ્રામક પોસ્ટ વાયરલ
દેશમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. ત્યારે ગુજરાતમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા કેસમાં મોટો વધારો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી સતત કેસ વધી રહ્યા છે. આ ક્રમમાં સોશ્યલ મીડિયા યુઝર્સ એક પોસ્ટ શેર કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આવતીકાલથી ગુજરાતમાં માસ્ક પહેરવાનું ફરજીયાત રહેશે નહીં તો 1000રૂ નો દંડ થશે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અગ્નિપથ યોજના ના વિરોધમાં તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી હોવાના દાવા સાથે બિહારનો વિડિઓ વાયરલ
અગ્નિપથ યોજનાનો વિરોધ કરી રહેલા યુવકો દ્વારા તેલંગાણામાં એક ટ્રેનને આગ લગાવી લીધી હોવાના દાવા સાથે એક વિડિઓ વાયરલ થયેલ છે. ફેસબુક યુઝર્સ “તેલંગાનામાં આજની ઘટના..#AgnipathScheme” ટાઇટલ સાથે વિડિઓ શેર કરી રહ્યા છે. વિડીઓમાં જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભેલી ટ્રેનના કેટલાક કોચમાં આગ લગાવવામાં આવી છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પોલીસ અને ભાજપ કાર્યકરો વચ્ચે મારામારીનો જૂનો વિડિઓ અગ્નિપથ યોજના ના સંદર્ભમાં વાયરલ
અગ્નિપથ યોજના ના વિરોધમાં ચાલી રહેલ હિંસક ઘટનાઓ સંદર્ભેમાં ફેસબુક પર વિજય સવાણી દ્વારા એક વિડિઓ શેર કરવામાં આવેલ છે, જેમાં પોલીસકર્મી પોતાના ઉપરી અધિકારીને માહિતી આપતા સાંભળી શકાય છે કે ભાજપના લોકો વિસ્ફોટક અને હથિયારો લઈને આવ્યા છે. ફેસબુક પર “સાંભળો આ પોલીસ અધિકારી શું બોલી રહ્યા છે” ટાઇટલ સાથે વિડિઓ વાયરલ થઈ રહ્યો છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પયગંબર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર નુપુર શર્માની ધરપકડ થઈ હોવાના દાવા સાથે ભ્રામક વિડીયો વાયરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર બીજેપીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માની ધરપકડ કરવામાં આવી છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અફઘાનિસ્તાનમાં ભૂકંપના કારણે રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ
આ સંદર્ભમાં અફઘાનિસ્તાન ભૂકંપ સંબંધિત વિવિધ તસ્વીર અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. ફેસબુક પર “ભારતના પાડોશી દેશ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં ભૂકંપ નો ઝટકો, લોકોમાં ખૂબ જ ડરનો માહોલ” ટાઇટલ સાથે એક વેબ પેઈજ શેર કરવામાં આવેલ છે. વેબ પેઈજ પર ભૂકંપના કારણે રસ્તાઓ પર મોટી તિરાડો પડી હોવાની એક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044