Fact Check
WeeklyWrap : હિમાદાસે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીત્યુંથી લઈને ગરબા આયોજન પર 18% GST લાગુ થયો હોવાના ભ્રામક દાવા પર ફેકટચેક
WeeklyWrap : એક તરફ ‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી બીજી તરફ કોંગ્રેસ નેતાએ થાઈલેન્ડના રસ્તાની તસ્વીર ગુજરાતની હાલત બતાવી. જયારે સરકાર દ્વારા આ વર્ષે ગરબા આયોજન પર 18% GST લાગુ થયા હોવાની પણ ભ્રામક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ તમામ ભ્રામક અફવાઓ પર TOP 5 ફેકટચેક

‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
ફેસબુક પર વોટ્સએપ યુઝર્સ “માર્કેટમાં નવી કેક આવી ગઈ છે. તેમાં લુપો કંપનીની એક ટેબલેટ નાખવામાં આવી છે, જેના કારણે બાળકોને પેરાલિસિસની બીમારી થાય છે, પ્લીઝ આ વીડિયોને આગળ લઈ જવાનું કામ કરો.” ટાઇટલ સાથે વિડીયો શેર કરી રહ્યાં છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

હિમાદાસ 400 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
સોશ્યલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે હિમાદાસ CWG 2022ની 400 મીટર દોડમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

પુતિન બ્રિક્સ સમિટમાં હાજરી આપવા પહોંચ્યા હોવાના દાવા સાથે 2018નો વિડીયો વાયરલ
યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતથી જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનની તબિયત ખરાબ હોવાના અહેવાલો વચ્ચે પુતિન દક્ષિણ આફ્રિકામાં આંતરરાષ્ટ્રીય બ્રિક્સ સમિટની મુલાકાત લેવાના સમાચારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વિડિયોમાં પુતિનનું પ્રતિનિધિમંડળ એરપોર્ટ પર જોવા મળે છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ નેતાએ થાઈલેન્ડના રસ્તાની તસ્વીર ગુજરાતની હાલત હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી
ફેસબુક પર “અંધભક્તો ને આવો વિકાસ જોઈએ છે. સેન્સર સિસ્ટમ થી સજ્જ ઓટોમેટિક રોડ…જે બાજુએ જવું હોય રોડ ઓટોમેટિક ફરી જશે.” ટાઇટલ સાથે કટાક્ષ કરતી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આ વર્ષે ગરબા આયોજન પર 18% GST લાગુ થયા હોવા અંગે ફેલાયેલ ભ્રામક અફવાનું સત્ય
છેલ્લાં બે વર્ષથી કોરોના અને લોકડાઉનના કારણે ખેલૈયા મન મૂકીને ગરબા રમી શક્યા નથી. ત્યારે આ વર્ષે થોડી રાહત અનુભવી રહ્યા હતા, પરંતુ સરકારે તેમને મોટો ઝટકો આપતા ગરબા આયોજન પર 18% GST નાખી દીધો છે. જેને પગલે ગરબા આયોજકો અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદશન પણ કરવામાં આવ્યું છે.
WeeklyWrap : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044