દિલ્હીની સરહદો પર હજારોની સંખ્યામાં ખેડૂતો કૃષિકાયદા રદ કરવાની માગને લઈને અડગ છે. તો દેશનાં અન્ય સ્થળોએ પણ નાનાંમોટાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે. હાલમાં દિલ્હીમાં થયેલ હિંસાના કારણે આંદોલનની છબી થોડી ખરાબ પણ થઈ છે. ત્યારે રાકેશ ટિકૈત દ્વારા ગાઝીપુર બોર્ડર પરથી આપવામાં આવેલ ભાષણ બાદ ખેડૂતોની સંખ્યામાં વધારો થયો છે, અને મહાપંચાયતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જે બાદ કેટલાય ગામ રાકેશ ટિકૈતના સમર્થનમાં જોડાયા છે.
આ તમામ ઘટના વચ્ચે સોશ્યલ મીડિયા પર કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડાએ રાજીનામુ આપ્યું છે, અને તેઓ ખેડૂતોના સમર્થનમાં રાકેશ ટિકૈત સાથે જોડાયા હોવાના દાવા સાથે એક તસ્વીર વાયરલ કરવામાં આવેલ છે. ફેસબુક પર “દિપેન્દ્ર હુડા. રાજીનામું આપીને ખેડૂતોના આંદોલનમાં સામેલ.અંધ ભક્તો રાજીનામાં આપવા માંડયા છે હવે સમજો તો સારું” કેપશન સાથે દીપેન્દ્ર હુડા અને રાકેશ ટિકૈતની તસ્વીર શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા રાજીનામુ આપી રાકેશ ટિકૈત સાથે જોડાયા હોવાના વાયરલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા 30 જાન્યુઆરીના tribuneindia અને nyoooz દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ દીપેન્દ્ર હુડા માત્ર ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરવા આવ્યા હતા. તેમણે ખેડૂતોને શાંતિ અને અહિંસાના માર્ગે રહેવા તેમજ સરકારને ખેડૂતો સાથે વાતચીત્ત શરૂ કરવા અપીલ કરી હતી.

આ મુદ્દે વધુ માહિતી માટે ટ્વીટર પર દીપેન્દ્ર હુડાના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 29 જાન્યુઆરીના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો સાથે કરેલ મુલાકાત વિશે માહિતી આપેલ છે. આ ઉપરાંત રાકેશ ટિકૈત દ્વારા સન્માન માટે કિસાન આંદોલનની ટોપી પણ દીપેન્દ્ર હુડાને પહેરવામાં આવી હોવાનો એક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
દીપેન્દ્ર હુડા દ્વારા રાજીનામુ આપવામાં આવ્યું હોવાના દાવા પર કોઈપણ મીડિયા અહેવાલ કે ઓફિશ્યલ માહિતી જોવા મળતી નથી.
Conclusion
કોંગ્રેસ નેતા દીપેન્દ્ર હુડા ખેડૂતોના સમર્થનમાં આવી કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. દીપેન્દ્ર હુડા માત્ર ગાઝીપુર બોર્ડર ખાતે ખેડૂતો સાથે મુલાકાત કરવા ગયા હતા. જ્યાં તેઓ કિસાન નેતા રાકેશ ટિકૈત સાથે પણ મુલાકાત કરી હતી. આ સંદર્ભે દીપેન્દ્ર હુડા દ્વારા ટ્વીટર પર માહિતી શેર કરેલ છે, જેમાં તેમના રાજીનામાં અંગે કોઈપણ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
tribuneindia
nyoooz
DeependerSHooda
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)