Sunday, April 26, 2026

Fact Check

CAB અને NRC વિરુદ્ધ બોલવા પર પરિણીતી ચોપરાને લઇ ખોટી ભ્રામક માહિતી વાયરલ…

Written By Prathmesh Khunt
Dec 28, 2019
image

ક્લેમ :-

સોશિયલ મિડિયા પર એક દાવો કરવામાં આવ્યો છે, જેમાં અભિનેત્રી પરિણીતી ચોપરા દ્વારા CAB અને NRCના વિરુદ્ધમાં સમર્થન કરવા પર તેને “બેટી બચાવો, બેટી પઢાવો” ના બાર્ન્ડ એમ્બેસેડર પરથી હટાવવામાં આવી છે.

 

 

વેરિફિકેશન :-

દેશભરમાં ચાલી રહેલ CAB અને NRCના વિરોધમાં ઘણા લોકોએ પોતાનો પક્ષ રાખ્યો છે, ત્યારે ફેસબુક અને ટ્વીટર પર દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી પરિણીતી ચોપરાને NRC વિરોધમાં બોલવા પર “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર પરથી હટાવવામાં આવે છે.

 

 

સમાન દાવા સાથે આ પોસ્ટને ફેસબુક અને ટ્વીટર વાયરલ કરવામાં આવી છે.

 

 

આ વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા પ્રમાણે ગુગલ કીવર્ડના આધારે સર્ચ કરતા મળતા પરિણામોમાં પરિણીતી ચોપરાના ટ્વીટર એકાઉન્ટ પર કરવામાં આવેલ ટ્વીત મળી આવી છે, જેના દ્વારા સાબિત થાય છે કે તેમેણે ના તો આ બિલને સર્મથન આપ્યું છે ના વિરોધ નોંધાવ્યો છે. તેમણે ટ્વીટ દ્વારા વિરોધના કારણે થઇ રહેલા ઉગ્ર આંદોલન માટે શાંતિની અપીલ કરી છે.

 

 

 

આ ઉપરાંત ન્યુઝ સંસ્થાન ANI દ્વારા પરિણીતી ચોપરાને “બેટી બચાવો, બેટી પઢાવો”ના બ્રાન્ડ એમ્બેસેડર પરથી શા માટે હટાવવામાં આવ્યા તેનું કારણ આપ્યું છે. આ ટ્વીટ પરથી સાબિત થાય છે કે પરિણીતી ચોપરાના સાઈન કરેલા MOUની સમય મર્યાદા પૂર્ણ થતા તેમને હટાવવામાં આવ્યા છે.

 

TOOLS:-

GOOGLE KEYWORD SEARCH 

FACEBOOK SEARCH 

TWITTER SEARCH 

ANI

પરિણામ :- ભ્રામક દાવા (FAKE NEWS)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
ifcn
fcp
fcn
fl
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

14,935

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage