Fact Check
સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
Claim : સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી
Fact : વાયરલ વિડીયો મૈથિલી બજાર નામની યુટ્યુબ ચેનલ દ્વારા મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ વિડીયો છે.
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી. વાયરલ વિડીયો ન્યુઝ ચેનલ GSTV દ્વારા “સસરાએ ચંપલને ચંપલે કરી જમાઈની ધોલાઈ, દહેજમાં માગી હતી બાઈક જુઓ વાયરલ વીડિયો” ટાઇટલ સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : કર્ણાટક ચૂંટણીથી લઈને કરેલા સ્ટોરી મુવી સુધી ફેલાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી હોવાના વાયરલ વિડીયોના કિફ્રેમ્સ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ Maithili Bazar પર 8 મેં 2021ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિદિયિઓ જોવા મળે છે. વીડિયોમાં 2 મિનિટ અને 35 સ્કેન્ડ બાદ વાયરલ વીડિયોના દર્શ્યો જોવા મળે છે, તેમજ વિડીયો સાથે કલાકારોના નામ આપવામાં આવ્યા છે.

Maithili Bazar નામની આ યુટ્યુબ ચેનલ સાથે આપવામાં આવેલ માહિતી મુજબ, આ એક મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ વિડીયો છે. આ ચેનલ મૈથિલી ભાષામાં સૌથી પ્રખ્યાત અને લોકપ્રિય કોમેડી ચેનલ છે. ચેનલ પર વાયરલ વિડીયો જેવા અન્ય ઘણા વિડીયો પણ જોઈ શકાય છે.

Conclusion
સસરાએ દહેજ માંગવા પર જમાઈની ચપ્પલથી ધોલાઈ કરી હોવાના વાયરલ વિડીયો મૈથિલી બજાર નામની યુટ્યુબ ચેનલ દ્વારા મનોરંજન હેતુથી બનાવવામાં આવેલ વિડીયો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ આ વિડીયોને ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
YouTube Video Of Maithili Bazar , 8 MAY 2021
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044