Fact Check
જો બાયડેનના શપથ સમારોહમાં ડો.મનમોહનસિંહ મુખ્ય મહેમાન હોવાનો ભ્રામક દાવો વાયરલ
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે, આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જો બાયડેનની જીત બાદ તેમણે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને તેમના શપથ સમારોહમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. ફેસબુક પર ‘દુનિયામાં વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી અને ભારતના સફળ પ્રધાનમંત્રી શ્રી મનમોહનસિંહ જીને નવા રાષ્ટ્રપતિ જો બાઈડન ના શપથવિધિ માં વિશેષ મહેમાન તરીકે આમંત્રણ‘ કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાયડેનની જીત પછી અનેક ભારતીય મીડિયા સંસ્થાઓ અહેવાલ આપી રહી હતા કે બાયડેન અને ભારતના સંબંધો જુના છે. યુ.એસ.ની ચૂંટણી અંગેના સેંકડો દાવા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે.
ટ્વિટર પર દાવો કરવામાં આવી રહ્યો છે કે બાયડેને રાહુલ ગાંધી અને ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને તેમના શપથ સમારોહમાં આમંત્રણ આપ્યું છે. વાયરલ દાવાનું સત્યને શોધવા માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા metro.co.uk તેમજ nytimes નામની વેબસાઇટ પર છપાયેલા લેખમાંથી જાણવા મળ્યું કે બાયડેન 20 જાન્યુઆરી 2021 ના રોજ યુએસ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે.

ગુગલ પર દાવાની વાયરલ શોધ શરૂ કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહને શપથ સમારોહમાં આમંત્રિત કર્યા હોવાના કોઈ પરિણામ મળ્યા નહીં કે જે વાયરલ દાવાની પુષ્ટિ કરી શકે. તેમજ આ મુદ્દે The white houseના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર સર્ચ કરતા મનમોહન સિંહને આમંત્રણ આપવામાં આવ્યું હોવાની કોઈપણ માહિતી જોવા મળતી નથી.
આ ઉપરાંત જો બાયડેન, કોંગ્રેસ અને રાહુલ ગાંધીના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર વાયરલ દાવા વિશે સર્ચ કરતા શપથ સમારોહના આમંત્રણ મુદ્દે કોઈપણ માહિતી જોવા મળેલ નથી.
JCCIC દ્વારા રાષ્ટ્રપતિ શપથ સમારોહની ગોઠવણી અને પ્લાનિંગ કરે છે, inaugural.senate વેબસાઈટ પર આ મુદ્દે મળતી માહિતી મુજબ હાલ કોઈપણ શપથ સમારોહમાં આવનાર અતિથિઓનું લિસ્ટ જાહેર કરાયેલ નથી. તેમજ ડો.મનમહોનસિંહને આમંત્રણ આપવા અંગે કોઈપણ માહિતી જોવા મળેલ નથી.

Conclusion
જો બાયડેનની જીત પર અને તેના રાષ્ટ્રપતિ શપથ સમારોહમાં ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ અને રાહુલ ગાંધી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેવાનો દાવો કરતી પોસ્ટ તદ્દન ભ્રામક છે. 20 જાન્યુઆરી 2021ના રોજ થનાર શપથ સમારોહમાં કોણ મુખ્ય મહેમાન રહેશે તેના વિશે કોઈપણ ઓફિશ્યલ માહિતી જાહેર કરવામાં આવેલ નથી.
Result :- False
Our Source
જો બાયડેન,
કોંગ્રેસ
રાહુલ ગાંધી
inaugural.senate
The white house
metro.co.uk
nytimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)
