Fact Check
ઉરી નજીક આવેલ બ્રિજની તસ્વીર ગલવાનમાં જવાનો દ્વારા બનાવવામાં આવેલ બ્રિજ હોવાના ભ્રામક દવા સાથે વાયરલ
Claim :-
ભારતીય સેનાએ ગલવાન નદી પર પુલ બનાવી લીધો છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં કેટલાક જવાનો પુલ બનાવવાની કામગીરી કરી રહ્યા છે. તસ્વીર પર લખવામાં આવ્યું છે, “ભારતીય સેનાએ ગલવાન નદી પરનો પુલ બનાવી લીધો જેને ચીન રોકવા માંગતું હતું” ફેસબુક અને ટ્વીટર પર અનેક યુઝર્સ દ્વારા આ તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે.




વાયરલ પોસ્ટ પર કરવામાં આવેલ દાવા પર 19 જૂન 2020ના રોજ swarajyamag વેબસાઈટ પર એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો હતો. જેમાં વાયરલ તસ્વીર સાથે ગલવાન નદી પર ભારતીય સેના દ્વારા પુલ બનાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

Fact check :-
વાયરલ પોસ્ટની સત્યતા તપાસ કરવા માટે કેટલાક કીવર્ડ સાથે ગલવાન નદી પર પુલ બનવા વિશે સર્ચ કરતા ન્યુઆ સંસ્થાનો દ્વારા આ ઘટના પર પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ આર્મી એન્જીનયર દ્વારા 60 મીટર લાંબો પુલ ગલવાન નદી પર ઇસ્ટર્ન લદાખમાં બનાવવામાં આવ્યો છે.



વાયરલ તસ્વીર પર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા gettyimages દ્વારા પબ્લિશ કરાયેલ આ તસ્વીર જોવા મળે છે. તસ્વીર સાથે ઘટના અંગે માહિતી પણ આપવામાં આવી છે, જે મુજબ આ કમાન બ્રિજ છે. જે ભારત-પાકિસ્તાન બોર્ડર ઉરી નજીક આવેલ છે, તેમજ 11 ફેબ્રુઆરી 2006ના ભારતીય સેના દ્વારા આ બ્રિજ રીબીલ્ડ કરવામાં આવ્યો હતો.

gettyimages પર કમાન બ્રિજ વિશે સર્ચ કરતા બ્રિજ નિર્માણ કાર્ય સમયની અન્ય તસવીરો પણ જોવા મળે છે.
Conclusion :-
વાયરલ તસ્વીર પર મળતા તમામ પરિણામ પરથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ પોસ્ટ ભ્રામક સાબિત થાય છે. વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો ભારતીય સેનાએ દ્વારા ગલવાન નદી પર પુલ બનાવવાની માહિતી સત્ય છે, પરંતુ દાવા સાથે જે તસ્વીર વાયરલ કરવામાં આવી છે તે ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક બનવવામાં આવેલ કમાન સેતુ છે. આ બ્રિજ 2006આમ ભારતીય સેના દ્વારા રીબીલ્ડ કરવામાં આવ્યો છે. જે તસ્વીર હાલ ગલવાનમાં બનવવામાં આવેલ બ્રિજની માહિતી સાથે શેયર કરવામાં આવી રહી છે.
- Tools :-
- News Report
- Keyword search
- Reverse image search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે અમને મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)




