Fact Check
ગુજરાતના શિક્ષણ મંત્રી માત્ર 8 ધોરણ પાસ હોવાનો ભ્રામક દાવો વાયરલ, જાણો શું છે સત્ય
ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા માત્ર 8 ધોરણ પાસ છે, અને તેમને બેસ્ટ MLA એવોર્ડ આપવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા પર ભુપેન્દ્ર સિંહની તસ્વીર સાથે આ દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સાડા છ કરોડ જનતા ની મજાક આના થી મોટી કોઈ હોય ના શકે. જે ધારા સભ્ય ને કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા. જેવો 8 પાસ હોવા છતાં શિક્ષણ મંત્રી છે જેમના નેતૃત્વ માં આજે શિક્ષણ ખાડે ગયું છે સંચાલકો.શિક્ષકો.વાલીઓ. સ્કૂલ વાન રીક્ષા ચલાવતા લોકો અને વિદ્યાર્થીઓ ત્રાહિમામ છે તેવા વ્યક્તિ ને બેસ્ટ નો એવોર્ડ પ્રજા ની ક્રૂર મજાક સિવાય શુ કહી શકાય? જે ખરેખર બેસ્ટ છે એને આ એવોર્ડ આપો” કેપશન સાથે પોસ્ટ વાયરલ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
ભુપેન્દ્ર સિંહ પર વાયરલ થયેલ ખબર કે તેઓ માત્ર 8 ધોરણ પાસ છે, જેના પર myneta વેબસાઈટ પર સર્ચ કરતા આ દાવો ખોટો સાબિત થાય છે. ભુપેન્દ્ર સિંહે B.A., B,ED., LLB અભ્યાસ કરેલ હોવાની માહિતી જોવા મળે છે. તેમજ આ મુદ્દે અન્ય ન્યુઝ સંસ્થાનો દ્વારા ગુજરાતના મંત્રીઓ ના અભ્યાસ , મિલકત અને અન્ય માહિતી આપતો આર્ટિકલ જોવા મળે છે.

વાયરલ પોસ્ટમાં ભુપેન્દ્ર સિંહને ધારાસભ્ય તરીકે ગુજરાત કોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા અને તેઓને બેસ્ટ MLAનો એવોર્ડ આપવામાં આવ્યો છે. જે મુદ્દે NDTV દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોઈ શકાય છે. ઉપરાંત તેમના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવ્યા હોવાની વાત પર ભુપેન્દ્ર સિંહ ચુડાસમા દ્વારા કોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે, જેમાં હાલના ચુકાદા પર સ્ટે લાવવામાં આવ્યો છે.


Conclusion
ગુજરાતના શિક્ષણ મંત્રી પર વાયરલ થયેલ દાવાઓ તદ્દન ભ્રામક છે. ભુપેન્દ્ર સિંહ 8 ધોરણ નહીં પરંતુ LLB સુધીનો અભ્યાસ કરેલ છે. હાલમાં ભૂપેન્દ્રસિંહ રાજ્યના મંત્રીમંડળના સૌથી વધારે શિક્ષિત મંત્રી છે. તેમજ તેમનું ધારાસભ્ય પદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવ્યા બાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાં આ કેસ પર અપીલ કરી છે, અને હાલ ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર સ્ટે લાવવામાં આવ્યો છે.
Result :- Misleading
Our Source
timesofindia –
ndtv –
thehindu
iamgujarat –
meranews –
divyabhaskar
myneta
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

