Fact Check
ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટનું સત્ય
Claim : ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા, નવા ટ્રાફિક નિયમોમાં 30 ગણો દંડ વધી ગયો
Fact : કેન્દ્રના નિયમોમાં અને દંડની રકમમાં ફેરફાર કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલ ભયાનક અકસ્માત બાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. “નવા ટ્રાફિક નિયમોમાં 30 ગણો દંડ વધી ગયો” ટાઇટલ સાથે અલગ-અલગ નિયમ ભંગ કરવા પર દંડની રકમ આપવામાં આવેલ છે.

Fact Check / Verification
નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ભારત સરકાર દ્વારા 2019માં જાહેર કરેલી નોટિફિકેશન જોવા મળે છે. અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ મોટર વ્હીકલ એક્ટ 2019ના નવ નિયમો જોઈ શકાય છે. ઉપરાંત, livelawના એક અહેવાલ મુજબ 1 સપ્ટેમ્બર 2019ના કેન્દ્ર દ્વારા આ નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

જયારે ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ ટ્રાફિક નિયમો અંગે ગુગલ સર્ચ કરતા bbc અને vtvgujarati દ્વારા સપ્ટેમ્બર 2019ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલો જોઈ શકાય છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રના નિયમોમાં અને દંડની રકમમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અનુસાર 30 ગણો દંડ વસુલ કરવામાં આવશે નહીં.

Conclusion
નવા ટ્રાફિક નિયમો લાગુ થયા હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. કેન્દ્રના નિયમોમાં અને દંડની રકમમાં ફેરફાર કરીને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા. તેમજ આ નિયમો કેન્દ્ર દ્વારા 2019માં લાગુ કરવામાં આવ્યા હતા.
Result : Partly False
Our Source
Central Govt Notification
Media Report Of livelaw , 31 Aug 2019
Media Report Of bbc , 11 Sep 2019
Media Report Of vtvgujarati , 16 Sep 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044