Fact Check
વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતો ભ્રામક વિડિઓ વાયરલ
વિજય રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવતા હોબાળો મચેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે. વિધાનસભા સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી સામે થયેલ વાતચીતમાં સીએમ રૂપાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો ગણાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફેસબુક પર “સરદાર પટેલ વિરોધી રુપાણી” કેપશન સાથે પોસ્ટ મુકવામાં આવેલ છે.
Factcheck / Verification
વાયરલ વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા sandesh, zeenews દ્વારા ફેબ્રુઆરી 2019ના પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ વિધાનસભા સત્ર દરમિયાન પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો, જે મુદ્દે ધાનાણી એક દિવસ માટે સસ્પેન્ડ કરાયા હતા.

આ મુદ્દે વધુ તપાસ કરતા hindustantimes દ્વારા તેમજ TV9 દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ ધાનાણી દ્વારા પ્રતિમા ભંગાર માંથી બનાવેલ હોવાનું કહેતા આ વિવાદ સર્જાયો હતો.
Conclusion
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી વિડિઓ ભ્રામક હોવાનું સાબિત થાય છે, ફેબ્રુઆરી 2019ના સત્ર દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ભંગારનો ભૂકો કહેતા આ વિવાદ સર્જાયો હતો. જયારે સોશ્યલ મીડિયા પર વિજય રૂપાણી દ્વારા આપવામાં આવેલ જવાબનો વિડિઓ પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માત્ર 19 સેકન્ડનો અને એડિટ કરાયેલ વિડિઓ છે. પરેશ ધાનાણી દ્વારા સરદાર પટેલની પ્રતિમા પર બોલવામાં આવેલ શબ્દો વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યા હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવ્યો હતો.
Result :- Misleading
Our Source
hindustantimes :- https://www.hindustantimes.com/india-news/gujarat-oppn-leader-suspended-from-assembly-for-remarks-on-statue-of-unity/story-TJU0fswc6T7MVDGQwg52kK.html
sandesh :- https://sandesh.com/paresh-dhannanis-statement-about-the-statue-of-sardar-patel-bjp-angry/
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)