Fact Check
હિમાદાસ 400 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યું હોવાના ભ્રામક દાવાનું સત્ય
એથ્લીટ અને વર્લ્ડ ચેમ્પિયન હિમાદાસ 400 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યું છે. નોંધનીય છે કે હાલમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમમાં ભારતે બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ મેડલ સાથે જીત નોંધાવી છે. ત્યારે, કોમનવેલ્થ ગેમના સંદર્ભમાં જ સોશ્યલ મીડિયા પર “હિમા દાસ એ 400 મીટર દોડ માં ગોલ્ડ મેળવ્યો” ટાઇટલ સાથે હિમાદાસનો વિડીયો શેર કરવામાં આવ્યો છે. સોશ્યલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે હિમાદાસ CWG 2022ની 400 મીટર દોડમાં પ્રથમ આવીને ગોલ્ડ મેડલ જીત્યું છે.
આ પણ વાંચો : ‘Luppo’ નામની એક ચોકલેટ બાર માંથી દવાની ગોળી મળી આવી હોવાના ભ્રામક વિડીયોનું સત્ય
Fact Check / Verification
હિમાદાસ 400 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યું હોવાના દાવા અંગે કીવર્ડ સર્ચ કરતા બર્મિંગહામમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સમાં તેણીની કથિત જીત અંગે કોઈ વિશ્વસનીય અહેવાલો જોવા મળ્યા નહીં.
વિડિયોનું કાળજીપૂર્વક વિશ્લેષણ કરવા પર લગભગ 1:30 મિનિટે શરૂઆતમાં મહિલાઓની 400 મીટર ફાઇનલ અંગેનો ટેમ્પેર ખાતેનો ઇતિહાસ કહેતા કોમેન્ટેટરને સાંભળી શકાય છે. વધુ તપાસ કરતા, 12 ઓગષ્ટ 2021ના રોજ વર્લ્ડ એથ્લેટિક્સના વેરિફાઇડ પેજ પર “વિમેન્સ 400 મીટર ફાઇનલ – વર્લ્ડ એથ્લેટિક્સ U20” શીર્ષક સાથે અપલોડ કરવામાં આવેલ સમાન વિડિયો જોવા મળે છે.

વધુમાં, ગુગલ પર “હિમા દાસ ગોલ્ડ 2018 ટેમ્પેરે” કીવર્ડ સર્ચ કરતા સાથે ફિનલેન્ડના ટેમ્પેરેમાં IAAF વર્લ્ડ U20 ચેમ્પિયનશિપમાં દાસની ઐતિહાસિક જીત અંગે વિસ્તૃત અહેવાલો મળ્યા. ઉપરાંત, વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પણ 12 જુલાઈ 2018ના રોજ IAAF વર્લ્ડ U20 ચેમ્પિયનશિપમાં તેણીની જીત વિશે ટ્વિટ કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, દાસે 12 જુલાઈ, 2022ના રોજ ટેમ્પરેમાં તેની ઐતિહાસિક જીતની વર્ષગાંઠ નિમિત્તે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો.
વધુમાં, અમને @pibyas દ્વારા 30 જુલાઈ 2022ના રોજ પોસ્ટ કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. અહીંયા, સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હિમા દાસની જીત દર્શાવતો વાયરલ વિડિયો વાસ્તવમાં “વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2018નો છે, કોમનવેલ્થ ગેમ્સ 2022નો નથી.”
Conclusion
હિમાદાસ 400 મીટરની દોડમાં પ્રથમ નંબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યું હોવાના દાવા અંગે મળતી માહિતી અનુસાર યુઝર્સ 2018નો વિડીયો હાલના સંદર્ભમાં ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે. વાયરલ વિડીયો વર્લ્ડ જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2018નો છે.
Result : False
Our Source
Youtube Vido Of World Athletics U20 Championships Tampere 2018, on Aug 2021
Tweet Of World Athletics On July 2018
Tweet Of PIBYas on 30 July 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044