Fact Check
અયોધ્યા નગરી ભગવા રંગથી રંગવામાં આવી હોવાનો ભ્રામક દાવો વાયરલ
5 ઓગષ્ટે રામ જન્મભુમી અયોધ્યામાં મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવવાનું છે, ત્યારે અયોધ્યાની તમામ ગલીઓ ભગવા રંગથી રંગવામાં આવી છે. તેમજ દિવાલો પર ભગવાનના ચિત્રો દોરવામાં આવ્યા હોવાનો દાવો કરતી “શ્રી રામ નગરી અયોધ્યાની સજાવટ જયશ્રીરામ“, “सज रही है हमारी अयोध्या नगरी जय श्री राम” કેપશન સાથે ફેસબુક પોસ્ટ વાયરલ થઈ રહી છે.
તેમજ આ મુદ્દે ન્યુઝ સંસ્થાન webdunia દ્વારા પણ અયોધ્યા નગરી ની સજાવટ થયેલ હોવાના દાવા સાથે 22 જુલાઈના ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા હતા.
Fact check / Verification
વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા, કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દે પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ પ્રયાગરાજ શહેરની ગલીઓ ભગવા રંગથી રંગવામાં આવેલ છે, જેના વિરોધમાં સ્થાનિક દ્વારા મિનિસ્ટર પર દબાણ સાથે ગલીઓ રંગવામાં આવેલ હોવાના દાવા સાથે FIR લખાવવામાં આવેલ છે.


આ મુદ્દે ટ્વીટર પર સર્ચ કરતા 13 જુલાઈના ANI દ્વારા કરવામાં ટ્વીટ જોવા મળે છે, જે મુજબ પ્રયાગરાજમાં મકાન માલિકો ની મંજૂરી વિના દિવાલો પર ભગવો રંગ લગાવવા પર સ્થાનિકો દ્વારા બે ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
Conclusion
વાયરલ તસ્વીર પર મળતા પરિણામ સાબિત કરે છે, અયોધ્યા નગરીમાં આ પ્રકારે ભગવો રંગ લગાવવામાં નથી આવ્યો, પ્રયાગરાજમાં થયેલ આ સજાવટની તસ્વીર અયોધ્યાની હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ કરવામાં આવેલ છે. જે ઘટના પર પ્રયાગરાજ ના સ્થાનિક દ્વારા ફરિયાદ પણ નોંધાવવામાં આવેલ છે.
Result :- False Connection
Our Source
ANI, deccanherald , nationalheraldindia, scroll.in
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)





