Fact Check
ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ થઈ હોવાના ભ્રામક દાવા સાથે તસ્વીર વાયરલ
ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. નાગપુર કોંગ્રેસના નેતા ડો.નીતિન રાઉત દ્વારા ઇન્દિરા ગાંધીની ખંડિત પ્રતિમાની તસ્વીર શેર કરતા લખ્યું છે કે “તમે ઇન્દિરા ગાંધીની પ્રતિમા તોડી શકો છો તેમના વિચારો નહીં,આ તસ્વીર પીએમ મોદીના ગુજરાતથી આવી છે.“

સોશ્યલ મીડિયા પર અન્ય યુઝર્સ આ ઘટના ગુજરાતના કાજડા ગમે બનેલ હોવાનો દાવો કરી રહ્યા છે. વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા મુજબ ગુજરાતના કાજડા ગામ ખાતે એક યુવક દ્વારા પહેલા સોશ્યલ મીડિયા મારફતે ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરી હતી.
આ ઘટના ગુજરાતના કાજડા ગામ ખાતે બનેલ હોવાના દાવા સાથે ન્યુઝ સંસ્થાન દૈનિક ભાષ્કર દ્વારા પણ ટ્વીટર પોસ્ટ શેર કરવામાં આવી હતી. જો..કે હાલ મીડિયા હાઉસ દ્વારા આ ટ્વીટ હટાવી લેવામાં આવેલ છે.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાની દ્વારા ભારત જોડો યાત્રાના વિરોધમાં સાયકલ યાત્રા શરૂ કરવામાં આવી, જાણો શું છે સત્ય
Fact Check / Verification
ગુજરાતમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા timesofindia અને zeenews દ્વારા 19 સપ્ટેમ્બરના આ ઘટના અંગે પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોઈ શકાય છે.

અહેવાલ અનુસાર, રાજેસ્થાનના ઝુઝુનુંના કાજડા ગામના એક પાર્કમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની પ્રતિમાને ગામના જ યુવક મુકેશ ગુર્જર દ્વારા તોડવામાં આવી હતી. મોબાઈલ પર સ્ટેટસ મૂકીને ચેલેન્જ કર્યું હતું કે ઈન્દિરા ગાંધીની પ્રતિમા તોડી નાખવામાં આવશે, અને આ જ યુવકે સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકીને પ્રતિમા તોડવાની જવાબદારી પણ લીધી હતી. જો..કે ઘટના બાદ યુવક ફરાર થઈ ગયો હતો.
જયારે આ મુદ્દે ટ્વીટર પર Jhunjhunu Policeના ઓફિશ્યલ એકાઉન્ટ મારફતે 20 સપ્ટેમ્બરના પ્રતિમા તોડનાર આરોપી મુકેશ ગુર્જર ઝડપાઇ ગયો હોવાની માહિતી જોવા મળે છે. આરોપી મુકેશ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડ કર્યા બાદ ફરાર થઈ ચુક્યો હતો. જે રાજેસ્થાન પોલીસના હાથે ગુજરાતના વડોદરા ખાતેથી ઝડપાયો છે.
Conclusion
પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પ્રતિમા સાથે તોડફોડની ઘટના ગુજરાત નહીં પરંતુ રાજેસ્થાનના ઝૂઝૂનુ ખાતે બનેલ છે. કોંગ્રેસ નેતા અને મીડિયા સંસ્થાન દ્વારા આ ઘટના ગુજરાતના એક ગામમાં બનેલ હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ઝૂઝૂનુ પોલીસ દ્વારા પ્રતિમા સાથે તોડફોડ કરનાર આરોપીની ધરપકડ કરી લીધી છે, જે અંગે ઝૂઝૂનુ પોલીસના ઓફિશ્યલ ટ્વીટ એકાઉન્ટ પર માહિતી પ્રકાશિત કરવામાં આવેલ છે.
Result : Partly False
Our Source
Media Reports of timesofindia And zeenews, on 19 SEP 2022
Tweet by Jhunjhunu Police rajasthan, on 20 SEP 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044