Fact Check
અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર જર્નાલિસ્ટ પર હુમલો થયો હોવાના ભ્રામક દાવાનું સત્ય
“હરિયાણાના અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર કરનાલના ફોટો જર્નાલિસ્ટ ચાર્મ્સ ઉપ્પલ પર જીવલેણ હુમલો” કેપશન સાથે એક તસ્વીર સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. નોંધનીય છે કે હાલમાં કિસાન બિલના વિરોધમાં પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા છે. જે આંદોલનમાં અદાણી અને અંબાણીનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.

જે સંદર્ભે ફેસબુક પર કરનાલના ફોટો જર્નાલિસ્ટ ચાર્મ્સ ઉપ્પલ પર જીવલેણ હુમલો થયો હોવાનો દાવો અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
દિલ્હી-ઉત્તર પ્રદેશ બોર્ડર પર ગાજીપુરમાં એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન તેજ થઇ રહ્યું છે. લાસપુર, ઉત્તરાખંડથી આવેલા ખેડૂત ગાજીપુર બોર્ડર (યૂપી-દિલ્હી બોર્ડર પહોંચી, દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં સામેલ થઇ ચૂક્યા છે. આ આંદોલનમાં અદાણી અને અંબાણીનો પણ વિરોધ કરવામાં આવ્યો છે, જે મુદ્દે વાયરલ પોસ્ટ જર્નાલિસ્ટ ચાર્મ્સ ઉપ્પલ પર કેટલાક કીવર્ડ સાથે સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન samachar4media, atar દ્વારા 11 ડિસેમ્બરના પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે.

હરિયાણા, કરનાલ ન્યુઝ સંસ્થાન IBN24ના ફોટો જર્નાલિસ્ટ આકર્ષણ ઉપ્પલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આકર્ષણ દ્વારા થોડા દિવસો આગાઉ ડ્રગ્સ સાથે જોડાયેલ ઘટના પર સ્ટોરી કરવામાં આવી હતી, જે બાદ તેમના પર આ હુમલો કરવામાં આવ્યો હતો.
આકર્ષણ પર હુમલો થયા બાદ હરિયાણાના CM મનોહરલાલ ખટ્ટર પણ હોસ્પિટલ પર જર્નાલિસ્ટના હાલ-ચાલ જાણવા માટે આવ્યા હતા, અને ગુનેગારને સખ્ત સજા મળવા માટે ભરોષો આપ્યો હતો. આ મુદ્દે 8 ડિસેમ્બરના Haryana Prime અને IBN24 News Network દ્વારા યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ વિડિઓ જોવા મળે છે.
Conclusion
અદાણીના અનાજ સંગ્રહના ગોડાઉનોનો પર્દાફાશ કરનાર ફોટો જર્નાલિસ્ટ પર હુમલો થયો હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. IBN24ના જર્નાલિસ્ટ આકર્ષણ ઉપ્પલ પર ડ્રગ્સ મામલે સ્ટોરી કરવા બદલ હુમલો કરવામાં આવ્યો હતો. વાયરલ તસ્વીરમાં દેખાઈ રહેલ વ્યક્તિ ચાર્મ્સ ઉપ્પલ નહીં પરંતુ આકર્ષણ ઉપ્પલ છે.
Result :- Misleading
Our Source
Haryana Prime
IBN24 News Network
samachar4media,
atar
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)