Fact Check
TIMES NOW દ્વારા ભાજપના 21 નેતાઓ TMCમાં જોડાઈ રહ્યા હોવાની ભ્રામક ખબર વાયરલ
વેસ્ટ બંગાળ બન્યું ભાજપ મુક્ત, ભાજપના 4 MP, 1 MLA અને 21 અન્ય નેતાઓ TMCમાં જોડાવા જઈ રહ્યા છે. સોશ્યલ મીડિયા પર આ પ્રકારે પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ભાજપના નેતાઓ તૃણ મૂલ કોંગ્રેસ(TMC)માં જોડાઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. Kajal Yadav નામના ફેસબુક એકાઉન્ટ પરથી આ પોસ્ટ 4 ઓગષ્ટના પબ્લિશ કરવામાં આવેલ છે, જેને 516 લોકો દ્વારા શેયર કરવામાં આવેલ છે.

આ મુદ્દે અન્ય દાવાઓ સર્ચ કરતા, TIMES NOW ન્યુઝ ચેનલના ફેસબુકે એકાઉન્ટ પરથી આ મુદ્દે 3 ઓગષ્ટના પબ્લિશ કરાયેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે, જેમાં ભાજપના 4 MP, 1 MLA અને 21 અન્ય નેતાઓ TMCમાં જોડાવા અંગે માહિતી આપે છે.
Factcheck / Verification
વાયરલ ન્યુઝ અને ફેસબુક પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન deccanherald, timesofindia તેમજ aninews દ્વારા 3 ઓગષ્ટના આ મુદ્દે પબ્લિશ ન્યુઝ જોવા મળે છે, જે મુજબ ભાજપ નેશનલ જનરલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ભાજપના નેતાઓ TMCમાં જોડાઈ રહ્યા હોવાની વાત તદ્દન ભ્રામક હોવાનું જણાવે છે. તેમજ ન્યુઝ સંસ્થાન દ્વારા ભ્રામક ખબર ફેલાવવા પર પણ ખુલાસો કરે છે.



ઉપરાંત ટ્વીટર પર કૈલાશ વિજયવર્ગીય દ્વારા 3 ઓગષ્ટના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે. ટ્વીટમાં તેઓએ ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક ખબરો ફેલાવવા પર નિંદા કરે છે, તેમજ ભાજપના તમામ નેતાઓ માનનીય નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે.
Conclusion
વાયરલ પોસ્ટ અને ન્યુઝ સંસ્થાન દ્વારા કરવામાં આવેલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ભાજપના 4 MP, 1 MLA અને 21 અન્ય નેતાઓ TMCમાં જોડાવા અંગે માહિતી તદ્દન ભ્રામક છે. આ ભ્રામક ખબર વિશે ભાજપ નેશનલ સેક્રેટરી કૈલાશ વિજયવર્ગીય દ્વારા ટ્વીટ મારફતે ખુલાસો આપેલ છે.
Result :- Fabricated News
Our Source
aninews :- https://www.aninews.in/news/national/general-news/kailash-vijayvargiya-dismisses-rumours-about-bjp-mps-joining-tmc20200803140551/
timesofindia :- https://timesofindia.indiatimes.com/india/kailash-vijayvargiya-dismisses-rumours-about-bjp-mps-joining-tmc/articleshow/77328754.cms
deccanherald :- https://www.deccanherald.com/national/east-and-northeast/21-bjp-leaders-likely-to-join-tmc-kailash-vijayvargiya-dismisses-speculation-868983.html
kailash Vijayvargiya :- https://twitter.com/KailashOnline/status/1290160052448276486
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)