Fact Check
દિલ્હીમાં આપ પાર્ટીના લગભગ મંત્રીઓ મુસ્લિમ સમાજ માંથી આવતા હોવાના દાવા સાથે ભ્રામક મેસેજ વાયરલ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓની જ વાર છે. ચૂંટણી પંચ કોઈપણ સમયે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત કરી શકે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં કેટલીક ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે, જેમાં ખેડૂતોના દેવા માફ કરવા, સરકારી ભરતી કરવી, ફરી ઈલેક્ટ્રીસીટી વગેરે જેવા વાયદાઓ કરવામાં આવ્યા છે. ચૂંટણીની જંગ સોશ્યલ મીડિયા પર પણ શરૂ થઈ ચૂકી છે, જે ક્રમમાં દિલ્હીમાં કેજરીવાલ સરકારના તમામ કેબિનેટ મંત્રી મુસ્લિમ સમાજના હોવાનો દાવો વાયરલ થઈ રહ્યો છે.

ફેસબુક પર આમ આદમી પાર્ટીના તમામ કેબિનેટ મિનિસ્ટર અને એસેમ્બલી મેમ્બર મુસ્લિમ હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા યુઝર્સ “જો તમે કેજરીવાલ કેબિનેટમાં પ્રધાનોની સૂચિ વાંચશો તો તમને લાગે છે કે નવી દિલ્હી સરકારની સત્તા સાથે ઇસ્લામિક જિહાદ શરૂ થઈ ચૂક્યો છે.” ટાઇટલ સાથે પોસ્ટ શેર થઈ રહી છે. પોસ્ટ સાથે 27 વિધાનસભા ક્ષેત્રના નામ અને સાંસદના નામોની યાદી પર આપવામાં આવેલ છે, જેમાં 22 સાંસદ મુસ્લિમ સમાજના છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વડાપ્રધાન મોદીની જનસભામાં વિશાળ ભીડ ઉમટી હોવાના વાયરલ વિડીયોનું સત્ય
Fact Check / Verification
દિલ્હીમાં કેજરીવાલ સરકારના તમામ કેબિનેટ મંત્રી મુસ્લિમ સમાજના હોવાના દાવા અંગે તપાસ શરૂ કરતા અમે દિલ્હી સરકારની આધિકારિક વેબસાઈટ પર કેબિનેટ મંત્રીઓ અંગે આપવામાં આવેલ જાણકારી સર્ચ કરતા જાણવા મળે છે કે દિલ્હી સરકારના કેબિનેટમાં માત્ર એક મંત્રી મુસ્લિમ સાંસદ છે. દિલ્હી સંસદીય ક્ષેત્રમાં આવતા બલ્લીમારન વિસ્તારના સંસદ ઇમરાન હુસૈન કે જેઓ દિલ્હી કેબિનેટ મંડળમાં ફૂડ એન્ડ સપ્લાય વિભાગ સાંભળી રહ્યા છે.

આ ઉપરાંત ઈલેક્શન કમિશનની ઓફિશ્યલ વેબસાઈટ પર આમ આદમી પાર્ટીના MLA ની યાદી જાહેર કરવામાં આવેલ છે. અહીંયા આપવામાં આવેલ માહિતી અનુસાર દિલ્હીના 70 MLA માંથી માત્ર 5 મંત્રી મુસ્લિમ સમાજ માંથી આવે છે. અહીંયા, વાયરલ મેસેજ સાથે ફોરવર્ડ કરવામાં આવેલ વિધાનસભા ક્ષેત્રના નામ સાથે આપવામાં આવેલ ઉમેદવારના નામો જોવા મળતા નથી.

Conclusion
દિલ્હીમાં કેજરીવાલ સરકારના તમામ કેબિનેટ મંત્રી મુસ્લિમ સમાજના હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. દિલ્હી સરકારના કેબિનેટમાં માત્ર 1 મંત્રી મુસ્લિમ છે. જયારે દિલ્હીના તમામ આમ આદમી પાર્ટીના તમામ મંત્રીઓની યાદી માંથી માત્ર 5 મંત્રી મુસ્લિમ સમાજ માંથી આવે છે. વાયરલ પોસ્ટ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Official Website Of Delhi Government
Official Website Of Election Commission
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044