Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ક્લેમ :-
થોડા દિવસો પહેલા સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે, જેમાં એક શિવલિંગની તસ્વીર પોસ્ટ કરવામાં આવી છે.
આ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનું સૌથી ઉંચુ શિવલિંગ છે.
વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર શિવલિંગની તસ્વીર કેટલાક દિવસો પહેલા વાયરલ કરવામાં આવી હતી, જેમાં આ શિવલિંગ કન્યાકુમારીમાં આવેલ દુનિયાનું સૌથી ઉંચુ શિવલિંગ છે. વાયરલ તસ્વીર સાથે દાવો કરવામાં આવ્યો છે “વિશ્વ નું સૌથી ઊંચું શિવલિંગ , ૧૧૧ ફૂટ , નગરકોઈલ , જિલ્લો: કન્યાકુમારી માં થોડા સમય પહેલા ખુલ્લું મુકવામાં આવ્યું”

જયારે આ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજના મદદ વડે સર્ચ કરતા મળતા પરિણામોમાં ઘણા લોકો દ્વારા સમાન દાવો કરતી પોસ્ટ ફેસબુક પર કરવામાં આવી છે. આ સાથે ગુગલ કીવર્ડના આધારે આ તસ્વીરના તથ્યો શોધવા પર INDIAN EXPRESS દ્વારા પબ્લિશ કરાયેલ એક આર્ટિકલ જોવા મળે છે. આ આર્ટિકલમાં જણાવ્યા પ્રમાણે આ શિવલિંગ કન્યાકુમારી નહીં પરંતુ કરેલાના તિરુવનંતપુરમ જિલ્લામાં બનાવવામાં આવ્યું છે. જેની મન્ચી 111.2 ફૂટ છે, જે સાથે તે દુનિયાનું સૌથી ઊંચું શિવલિંગ છે.
આ સાથે યુટ્યુબ પર કીવર્ડ સાથે સર્ચ કરતા શિવલિંગને લઇ અનેક વિડિઓ જોવા મળે છે, આ વિડિઓમાં શિવલિંગના બાંધકામ અને ભવ્યતા વિષે સમજાવતા અનેક વિડિઓ જોવા મળશે. શિવલિંગની ઊંચાઈ અને બાંધકામને લઇ ઇન્ડિયાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળેલ છે. વાયરલ પોસ્ટને લઇ મળી આવતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવો ખોટો છે એક ભ્રામક માહિતી છે.
Dipalkumar
July 2, 2024
Dipalkumar
June 28, 2024
Dipalkumar
June 27, 2024