Fact Check
jammu-kashmirમાં પૂર આવ્યું હોવાના ભ્રામક દાવા સાથે મેક્સિકોના નાગોલસનો વિડિઓ વાયરલ
jammu-kashmirના કિશ્તવાડમાં વાદળ ફાટવાના કારણે ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત કિનૌરમાં પણ ભૂસ્ખલનના કારણે ભારે હાલાકી સર્જાઈ હતી. દેશભરમાં અનેક જગ્યાએ ચોમાસાના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે, જે સંદર્ભે સોશ્યલ મીડિયા પર અનેક વિડિઓ પણ જોવા મળે છે.
ફેસબુક પર ગુજરાતી ન્યૂઝ સંસ્થાન Cws News Gujarati દ્વારા “જમ્મુ કાશમીર માં વાદળું ફાટ્યું : 40 થી વધુ ગુમ થયાં રેસ્ક્યુ ઓપરેશન કરાયું” હેડલાઈન સાથે એક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. વિડીઓમાં જમ્મુ-કશ્મીરમાં ભારે પૂર આવ્યું જેમાં વાહનો તેમજ દુકાનો તણાઈ ગયા હોવાના દર્શ્યો જોવા મળે છે. વાયરલ વીડિઓ 5 હજારથી વધુ લોકો દ્વારા જોવામાં આવ્યો અને 3 હજારથી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
jammu-kashmirજમ્મુ-કશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂર આવ્યું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જેમાં યુટ્યુબ પર 12 News ચેનલ દ્વારા 28 જુલાઈના સમાન વિડિઓ ‘મેક્સિકોના નોગાલસમાં’ ભારે વરસાદના કારણે આવેલ પૂર હોવાની માહિતી સાથે પબ્લિશ કરવામાં આવેલ છે.
મેક્સિકોના નોગાલસમાં પૂર આવ્યું હોવાની માહિતી અનુસાર ગુગલ કીવર્ડ સર્ચ કરતા mexiconewsdaily વેબસાઈટ દ્વારા 28 જુલાઈના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ મેક્સિકોના નોગાલસમાં 71 મીલીમીટર વરસાદ પડ્યો છે, જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો :- શું ખરેખર હિમાચલમાં ફરવા ગયેલા પ્રવાસીઓ પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ટ્રાફિક જામ થયો હતો?
ઉપરાંત, વાયરલ વિડિઓના કિફ્રેમને રિવર્સ ઇમેજ સર્ચ કરતા newswep વેબસાઈટ પર પબ્લિશ થયેલ અહેવાલ જોવા મળે છે, જ્યાં વિડીઓમાં દેખાઈ રહેલ દુકાન અને કાર બન્નેની તસ્વીર જોઈ શકાય છે, અને આ મેક્સિકોના નાગોલસ શહેર ખાતે આવેલ પૂર સમયે સર્જાયેલ પરિસ્થતિ હોવાની માહિતી આપવામાં આવેલ છે.

Conclusion
જમ્મુ-કાશ્મીરમાં પૂર આવ્યું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ મેક્સિકોના નાગોલસ શહેર ખાતે ભારે વરસાદના કારણે આવેલ પૂર છે.
Result :- False
Our Source
newswep
mexiconewsdaily
12 News
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044