Fact Check
કપિલ મિશ્રાએ ખેડૂત આંદોલનને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું હોવાનો ભ્રામક દાવો વાયરલ
ખેડૂત આંદોલન છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યું છે. ત્યારે કિસાનો દ્વારા 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાન્ત આ 14 ડિસેમ્બરના ઉપવાસ આંદોલન અને હાઈ-વે રોકવામાં આવ્યા હતા. તે મુદ્દે સોશ્યલ મીડિયા પર અનેલક ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે BJP નેતા કપિલ મિશ્રા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, જેમાં કપિલ મિશ્રા દ્વારા ધમકી આપવામાં આવી છે, કે “ખેડૂતો જો બે દિવસમાં રસ્તાઓ ખાલી નહીં કરે તો મારે રસ્તાઓ ખાલી કરવવા જવું પડશે” આ કેપશન સાથે ટ્વીટર અને ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
BJP નેતા કપિલ મિશ્રા દ્વારા ખેડૂત આંદોલનને આ પ્રકારે અલ્ટીમેટમ આપ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ પોસ્ટ પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન news18 તેમજ tv9 bharatvarsh દ્વારા પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ જોવા મળે છે. જે મુજબ કપિલ મિશ્રા દ્વારા ખેડૂત આંદોલનને કોઈપણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું નથી, કપિલ મિશ્રાએ આરોપ લગાવ્યો છે કે તે ખેડૂતોના મુદ્દાની આડમાં શાહીન બાગ -2 કરવા માંગે છે.
https://www.youtube.com/watch?v=ahlqstqeXfMu0026amp;feature=youtu.be
આ ઉપરાંત વાયરલ તસ્વીર મુદ્દે વધુ તપાસ કરતા કપિલ મિશ્રાના ઓફિશ્યલ ફેસબુક એકાઉન્ટ પરથી 7 ડિસેમ્બરના કિસાનો મુદ્દે કેટલીક વાત કરવામાં આવી હતી, જેમાં વાયરલ દાવા મુજબ કોઈપણ અલ્ટીમેટમ આપવામાં આવેલ નથી.
Conclusion
BJP નેતા કપિલ મિશ્રાએ ખેડૂતોને બે દિવસમાં રસ્તાઓ ખાલી કરવા માટે અટલઈમેટમ આપ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ન્યુઝ સંસ્થાન દ્વારા પબ્લિશ કરવામાં આવેલ રિપોર્ટ તેમજ કપિલ મિશ્રા દ્વારા પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી આપવામાં આવેલ નિવેદન પરથી વાયરલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Result :- Misleading
Our Source
કપિલ મિશ્રા
news18
tv9 bharatvarsh
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)