Fact Check
કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે, અને તેના વોટિંગ બાદ જ આ કૃષિ બિલ કાયદો બનાવવામાં આવ્યો હોવાનો ભ્રામક દાવો વાયરલ
કૃષિ અધ્યાદેશને લઈ ભાજપ-કોંગ્રેસની સાંઠ-ગાઠ બતાવવામાં આવી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ભાજપ પાસે લોકસભામાં અને કોંગ્રેસ પાસે રાજ્યસભામાં બહુમત છે અને બંને દ્વારા સાથે મળી કૃષિ અધ્યાદેશ પાસ કરવામાં આવ્યો છે.” કેપશન સાથે આ દાવો ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ દાવા મુજબ કોંગ્રેસ દ્વારા પણ રાજ્યસભામાં આ કિસાન કાનૂન પર સમર્થન આપવામાં આવ્યું હતું, જેથી તે એક કાયદો બન્યો અને હવે તે પોતે વિરોધ નોંધાવી રહી છે.

Factcheck / Verification
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા જાણવા માટે અમે લોકસભાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લીધી. દરમિયાન અમને જાણવા મળ્યુ હતુ કે, ભાજપા સાસે 302 અને કોંગ્રેસ પાસે 51 બેઠક લોકસભામાં છે. જ્યારે 35 અન્ય પક્ષો પાસે બાકીની બેઠકો છે. લોકસભાનો આ ચાર્ટ તમે નીચે જોઈ શકો છો.

ત્યારબાદ રાજ્યસભાની બેઠકો વિશે માહિતી મેળવવા અમે રાજ્યસભાની ઓફિશિયલ વેબસાઈટની મુલાકાત લીધી હતી. ત્યાંથી અમને જાણવા મળ્યુ કે, રાજ્યસભામાં ભાજપ પાસે 93 બેઠક તેમજ કોંગ્રેસ પાસે 37 બેઠક છે. જ્યારે અન્ય 32 પક્ષો પાસે બાકીની બેઠકો છે. આ માહિતી તમે નીચે જોઈ શકો છો.

તેમજ વિપક્ષ પણ આ કિસાન કાનૂન પર અસહમત હોવાથી જયારે લોકસભામાં જયારે આ કાયદા વિશે રજુઆત કરવામાં આવી ત્યારે વિપક્ષે વોકઆઉટ કર્યું હતું, કોંગ્રેસના એક પણ સભ્ય આ કાયદાના પક્ષમાં કે સદનમાં હાજર રહ્યા ન હતા. તેમજ રાજ્યસભામાં પણ આ કાયદા પર વોટિંગ સમયે કોંગ્રેસ અને અન્ય વિપક્ષનું સમર્થન મળ્યું ના હતું. (thelallantop, india, bbc)
જયારે નવા કૃષિ કાનૂન પર વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ પાર્ટી તરફથી આંદોલન શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ આંદોલન મુદ્દે કોંગ્રેસ મેમ્બર રણદીપ સુરજેવાલાના ટ્વીટ એકાઉન્ટ પરથી સપ્ટેમ્બર 2020ના કરવામાં આવેલ ટ્વીટ જોવા મળે છે.
Conclusion
રાજ્યસભામાં કોંગ્રેસ પાસે બહુમતી હોવાની વાત તદ્દન ખોટી છે. તેમજ કોંગ્રેસ દ્વારા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. સદનમાં ભાજપનું પ્રતિનિધત્વ વધુ હોવાથી વોટિંગ પ્રોસેસમાં પણ આ નવા કૃષિ કાયદો પાસ થયો છે. જયારે કોંગ્રેસ તેમજ અન્ય વિપક્ષો દ્વારા શરૂઆતથી કૃષિ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે.
Result :- False
Our Source
thelallantop,
india,
bbc
LSTV
RSTV
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)