Fact Check
NEETની પરીક્ષામાં TOP-5માં મુસ્લિમ વિદ્યાર્થી હોવાનો ભ્રામક દાવો વાયરલ
“UPSC જેહાદ પછી NEET જેહાદ પણ થઈ ગઈ. પ્રથમ પાંચ મુસ્લિમ યુવાનો” ફેસબુક પર આ દાવા સાથે કરવામાં આવેલ પોસ્ટ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. આ વર્ષે NEET-2020ની પરીક્ષામાં ટોપ- 5 આવનાર તમામ મુસ્લિમ વિદ્યાર્થી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Factcheck / Verification
NEETની પરીક્ષા પર વાયરલ થયેલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન hindustantimes તેમજ firstpost દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જે મુજબ NEETની પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબર પર શોએબ આફ્તાબ નામનો યુવક આવ્યો હોવાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ આ સાથે એ પણ માહિતી આપવામાં આવી હતી કે, આકાંક્ષા સિંહ નામની એક વિદ્યાર્થીનીએ પણ NEET ની પરીક્ષામાં 720 માંથી 720 ગુણ મેળવ્યા હતા. પરંતુ તેને બીજો નંબર પ્રાપ્ત થયો હતો એનું કારણ એજ હતું કે, આકાંક્ષા સિંહની ઉંમર ઓછી હોવાના કારણે તેને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની ટાઈ-બ્રેકિંગ નીતિ (સમાન અંક મળવા પર ઉંમરના આધારે રેન્ક નક્કી કરવો) અંતર્ગત ઓછી ઉંમર હોવાના કારણે તેને બીજો નંબર આપવામાં આવ્યો હતો.
આ મુદ્દે વધુ સર્ચ કરતા ntaneet વેબસાઈટ પર પરિણામ વિશે તપાસ કરતા NEET-2020માં TOP-10 વિદ્યાર્થીનું લિસ્ટ પણ જોવા મળે છે. જેમાં શોએબ આફ્તાબ પ્રથમ અને બીજા નંબરે આકાંશા સિંઘ અને ત્રીજા નંબરે તુમાલા સિન્કથા તેમજ અન્ય વિદ્યાર્થીનું લિસ્ટ મુજબ TOP-5માં માત્ર એક વિદ્યાર્થી જેનો રેન્ક 1 આવેલ છે, શોએબ આફ્તાબ એક જ મુસ્લિમ વિદ્યાર્થી છે.
Conclusion
સોશ્યલ મીડિયા પર વાયરલ NEETની પરીક્ષામાં TOP-5 વિદ્યાર્થી મુસ્લિમ હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. ટોપ-5 લિસ્ટમાં માત્ર એક વિદ્યાર્થી મુસ્લિમ છે, તેમજ આ મુદ્દે NEET ની ઓફિશ્યલ વેબસાઈટ પર TOP-10 વિદ્યાર્થીઓ નું પરિણામ તપાસ કરતા ફેસબુક પર કરવામાં આવેલ પોસ્ટ “UPSC જેહાદ પછી NEET જેહાદ” તદ્દન ભ્રામક સાબિત થાય છે.
Result :- False
Our Source
NEET 2020 – પરિણામ
hindustantimes –
firstpost
ntaneet.nic
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)



