Fact Check
શું વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે? જાણો શું છે સત્ય
Claim : વાયરલ તસ્વીરમાં મોદી સાથે તેમના પત્ની જશોદાબેન છે.
Fact : ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી.
સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીની એક મહિલા સાથે તસ્વીર વાયરલ થઈ રહી છે. વાયરલ તસ્વીરમાં નરેન્દ્ર મોદી અને તેમના પત્ની જશોદાબેન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જણાય છે.

Fact Check / Verification
નરેન્દ્ર મોદીની એક મહિલા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કોંગ્રેસ નેતા Pawan Khera દ્વારા 2014માં ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવેલ સમાન તસ્વીર જોવા મળે છે. અહીંયા પવન ખેરા વાયરલ તસ્વીરની પુષ્ટિ માટે લોકોને પૂછી રહ્યા છે.
આ ક્રમમાં આશિષ ચૌહાણ નામના ABVP કાર્યકર્તા દ્વારા જવાબ આપવામાં આવે છે કે વાયરલ તસ્વીર ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રી હેમંત ચપટવાલાની પુત્રીના લગ્ન સમારોહની તસ્વીર છે.
આ અંગે વધુ તપાસ કરતા ફેસબુક પર હેમંત ચપટવાલાના પુત્ર કેયુર ચપટવાલા દ્વારા એપ્રિલ 2014માં વાયરલ તસ્વીર અંગે ફેલાયેલ ભ્રામક અફવા અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે. તેઓએ જણાવ્યું છે કે 1994માં મારી બહેન અલ્પાના લગ્નમાં હાજરી આપતા મોદીજીની દુર્લભ તસવીર છે, નરેન્દ્ર મોદીજી વિશે સોશિયલ મીડિયામાં ખોટા સંદેશાઓ અને અફવાઓ ફેલાઈ રહી છે.
Conclusion
સોશ્યલ મીડિયા પર નરેન્દ્ર મોદીની એક મહિલા સાથે વાયરલ થયેલી તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે. ગુજરાતના એક સમયના શિક્ષણ મંત્રીના પુત્રી અલ્પા ચપટવાલાના લગ્ન સમારોહમાં નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી, જે તસ્વીરમાં યુઝર્સ નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેન હોવાના ભ્રામક દાવા સાથે શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Tweet Of Pawan Khera , 12 Apr 2014
Tweet Of Ashish Chauhan , 13 Apr 2014
Facebook Post Of Keyur Hemant Chapatwalaa , 14 Apr 2014
(આ પણ વાંચો : શું તમિલનાડુમાં ગણેશ ઉત્સવ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે? જાણો શું છે સત્ય)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044