Fact Check
2017માં રામાયણના ચિત્રો પર જાહેર કરાયેલ પોસ્ટ સ્ટેમ્પની તસ્વીર હાલની ઘટના હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
રામાયણના ચિત્રો પર પોસ્ટ સ્ટેમ્પ બનાવવામાં આવ્યા છે, જેનું પીએમ મોદી દ્વારા વિમોચન કરવામાં આવ્યું છે. સોશ્યલ મીડિયા પર આ સ્ટેમ્પની તસ્વીર વાયરલ થયેલ છે. ફેસબુક પર “Ramayan stamp released today by our great PM , stamp is so beautiful and heart touching” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા આ પોસ્ટ શેયર કરવામાં આવેલ છે.

Baddam Mahipal Reddy ટ્વીટર યુઝર્સ જે BJYM ના નેશનલ સેક્રેટરી છે, તેમના દ્વારા 26 જુલાઈના આ પોસ્ટ શેયર કરવામાં આવેલ છે. તેમજ અન્ય કેટલાક યુઝર્સ દ્વારા ટ્વીટર પર “Ramayan stamp released by PM Modi Saheb today” કેપશન સાથે પોસ્ટ શેયર કરેલ જોવા મળે છે.
Factcheck / Verification
વાયરલ તસ્વીર પર રિવર્સ ઇમેજ અને ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા indianembassy વેબસાઈટ પર આ મુદ્દે પબ્લિશ કરાયેલ પ્રેસ રિલીઝ જોવા મળે છે. જે મુજબ 22 સપ્ટેમ્બર 2017ના પીએમ મોદીએ વારાણસી ખાતે રામાયણ આધારિત પોસ્ટ સ્ટેમ્પનું વિમોચન કરેલ છે.

ત્યારબાદ ઇન્ડિયન પોસ્ટ ઓફિસના ઓફિશ્યલ ટ્વીટર એકાઉન્ટ પર આ મુદ્દે માહિતી શોધવા પર 29 સપ્ટેમ્બર 2017ના IndiaPostOffice દ્વારા રામાયણના ચિત્રો આધારિત પોસ્ટ સ્ટેમ્પ જાહેર કર્યા હોવાની માહિતી આપતી ટ્વીટ જોવા મળે છે. તેમજ અન્ય સમાચાર ચેનલો દ્વારા આ ખબર પ્રકાશિત કરવામાં આવેલ છે.
Conclusion
વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો ભ્રામક છે, રામાયણના ચિત્રો પર બનવવામાં આવેલ સ્ટેમ્પ 2017માં રિલીઝ કરવામાં આવ્યા હતા. આ સ્ટેમ્પ પીએમ મોદી દ્વારા વારાણસી ખાતે રિલીઝ કરાયા હતા. જયારે સોશ્યલ મીડિયા પર અનેક યુઝર્સ દ્વારા જુલાઈ 2020માં સ્ટેમ્પ જાહરે થયા હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ શેયર કરવામાં આવેલ છે.
Result :- Misleading
Our Source:-
indianembassy, Twitter
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)