Fact Check
UP સરકાર બંધ કરશે એવા મદ્રેસા જે નહીં ઉજવે પ્રજાસતાક દિન, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
26મી જાન્યુઆરી પ્રજાસતાક દિવસના પર્વની ઉજવણીની તૈયારી થઈ રહી છે. કિસાન આંદોલન દ્વારા ટ્રેક્ટર પરેડ કરવાની વાત જાહેર કરવામાં આવી છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક અન્ય મેસેજ વાયરલ થયો છે, જેમાં ઉત્તરપ્રદેશમાં જે મદ્રેસા 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ નહીં લહેરાવે અને રાષ્ટ્રગાન નહીં ગાય તેવા મદ્રેસા પર તાળા મારવામાં આવશે. ફેસબુક પર “२६ जनवरी को जो मदरसा तिरंगा नही फहराएगा, राष्ट्रगान नही गायेगा उसपर लगेगा ताला #योगीबाबाजी जे सी बी वाले” કેપશન સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
શું ખરેખર યોગી સરકાર દ્વારા આ પ્રકારે કોઈ આદેશ આપવામાં આવ્યો છે, જેમાં જે મદ્રેસા 26મી જાન્યુઆરીની ઉજવણી નહીં કરે તેના પર તાળા મરવામાં આવશે. આ વાયરલ દાવા પર ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા theprint અને economictimes દ્વારા 2019માં પબ્લિશ કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ યોગી સરકાર દ્વારા 2017માં એક મદ્રેસા માટે એડવાઈઝરી જાહેર કરી હતી, જેમાં તમામ મદ્રેસામાં પ્રજાસતાક દિવસની ઉજવણી કરવામાં આવે અને વિદ્યાર્થીઓ ને પણ આ દિવસનું મહત્વ સમજાવવા માટેની અપીલ કરવામાં આવી હતી.

જો કે economictimesના અહેવાલ મુજબ કુલ 16461 મદ્રેસા આવેલ છે, જેમાંથી કેટલાક મદ્રેસા આ ઉજવણીમાં જોડાયા ન હતા.
આ મુદ્દે વધુ તપાસ કરતા nationalheraldindia દ્વારા ઓગષ્ટ 2019માં પ્રકાશિત કરેલ અહેવાલમાં ઉત્તરપ્રદેશના મુસ્લિમ મિનિસ્ટર મોસીન રાજા દ્વારા કહેવામાં આવ્યું કે “મદ્રેસાએ એક અઠવાડિયામાં એવા કાર્યક્રમોનો અહેવાલ મોકલવાનો રહેશે કે જેના આધારે સરકાર મદ્રેસા વિદ્યાર્થીઓને એવોર્ડ આપશે.આપણે લોકોમાં દેશભક્તિ વિશે જાગૃતિ લાવવી પડશે. મદ્રેસાના વિદ્યાર્થીઓને દેશ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ” જે પરથી સાબિત થાય છે કે સરકાર દ્વારા કોઈ ફરજીયાત કાનૂન લગાવવામાં નથી આવ્યો. જો કે આમ છત્તા કેટલાક મદ્રેસા જોડાયા ન હતા.

આ ઉપરાંત હાલમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા 26મી જનયુઆરી પર આ પ્રકારે કોઈ એડવાઈઝરી જાહેર કરેલ છે કે નહીં જાણવા માટે કેટલાક કીવર્ડ તેમજ UP સરકારની વેબસાઈટ પર તપાસ કરતા કોઈપણ મીડિયા અહેવાલ કે એડવાઈઝરી જોવા મળેલ નથી.
Conclusion
પ્રજાસતાક દિનની ઉજવણી નહીં કરનાર મદ્રેસા પર યોગી સરકાર તાળા લગાવવાની હોવાનો દાવો કરતો વાયરલ મેસેજ ભ્રામક છે. યોગી સરકાર દ્વારા વર્ષ 2017માં એક એડવાઈઝરી મારફતે મદ્રેસાને અપીલ કરી હતી, કે તેઓ રાષ્ટ્રદીનની ઉજવણી કરે અને વિદ્યાર્થીમાં જાગરૂકતા લાવે. હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ મેસેજ પર કોઈપણ મીડિયા અહેવાલ કે સરકારી એડવાઈઝરી જોવા મળેલ નથી.
Result :- Misleading
Our Source
nationalheraldindia
theprint
economictimes
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)