Fact Check
31 માર્ચ 2020 બાદ NPR ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરવવાના રહેશે, જાણો ભ્રામક માહિતીનુ સત્ય
ક્લેમ :-
31 માર્ચ 2020 બાદ NPR ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરવવાના રહેશે, જે કોઈ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવે તેમનુ એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે.

વેરિફિકેશન :-
સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ કરવામાં આવી છે, આ તસ્વીરમાં લખવામાં આવ્યું છે કે ’31 માર્ચ 2020 બાદ NPR ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરવવાના રહેશે, જે કોઈ ડોક્યુમેન્ટ જમા નહીં કરાવે તેમનુ એકાઉન્ટ બ્લોક કરવામાં આવશે.’ આ દાવા સાથે તસ્વીરને લોકો દ્વારા ટ્વીટર, ફેસબુક, શેયરચેટ વગેરે પ્લેટફોર્મ પર વાયરલ કરી છે.

આ વાયરલ તસ્વીરનું સત્ય જાણવા માટે ગુગલ રિવર્સ ઇમેજ અને ગુગલ કિવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક પરિણામો મળી આવે છે. જેમાં careofmedia નામની વેબસાઈટ પર આ તસ્વીર સાથે એક આર્ટિકલ પબ્લિશ કરવામાં આવ્યો છે, સાથે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉપરાંત શેયરચેટ એપ્લિકેશન પર પણ આ દાવો કરતી તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

ત્યારબાદ RBI રિઝર્વં બેંક ઓફ ઇન્ડિયા વેબસાઈટ પર જઈ વાયરલ દાવાને લઇ પ્રેસ રિલીઝ સર્ચ કરતા આ મુદ્દે સરકાર દ્વારા કોઈપણ આદેશ આપવામાં આવ્યા નથી કે 31 માર્ચ પહેલા NPR ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત Press Information Bureau (PIB)ના ફેક્ટ ચેક દ્વારા ટ્વીટર પર વાયરલ તસ્વીરને લઇ ટ્વીટ જોવા મળે છે, જેમાં આ વાયરલ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે.

सभी बैंको द्वारा #NPR डॉक्यूमेंट न देने पर अकाउंट ब्लॉक होने का दावा झूठा है.
ऐसा कोई भी निर्देश व सूचना @RBI द्वारा जारी नहीं किया गया है
निष्कर्ष: #FakeNews pic.twitter.com/rVyck6ua6P
— PIB Fact Check (@PIBFactCheck) March 16, 2020
વાયરલ તસ્વીરને લઇ મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે 31 માર્ચ 2020 પહેલા તમામ લોકોએ NPR ડોક્યુમેન્ટ જમા કરવવા હોવાના આદેશ સરકાર દ્વારા આપવામાં આવ્યા નથી આ એક ભ્રામક તસ્વીર અને ભ્રામક માહિતી છે. RBI તેમજ સરકાર દ્વારા કોઈપણ બેંકને આ પ્રકારે આદેશ આપવામાં આવ્યાં નથી.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
TWITTER SEARCH
SHARECHAT APP
RBI
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)