Fact Check
‘ભારત માતા ચોર હૈ’ના નારા સાથે વાયરલ થયેલ વિડિઓ હાલ કિસાન આંદોલનનો હોવાના ભ્રામક દાવા સાથે વાયરલ
51 સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં શીખ સમુદાયના લોકો દ્વારા “ગલી ગલી મેં શોર હૈ, ભારત માતા ચોર હૈ” ના નારા સંભળાતા સાંભળી શકાય છે. આ વીડિયો અનેક યુઝર્સ ફેસબુક અને ટ્વિટર પર શેર કરી રહ્યા છે.
વીડિયો શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો છે કે ‘આ વીડિયો જોઈને તમે સમજી શકશો કે કિસાન આંદોલન અને ખાલિસ્તાન આંદોલન વચ્ચે શું જોડાણ છે અને ક્યાંથી આ આંદોલન કરવામાં આવી રહ્યું છે‘.
Factcheck / Verification
શીખ સમુદાયના લોકોના વાયરલ થયેલા વીડિયોની તપાસ કરવા અમે ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ અને ઇનવીડ ટુલ્સની મદદથી કીફ્રેમ્સની શોધ કરી , ત્યારે અમને કેટલાક પરિણામો મળ્યાં.જેમાં 11 જુલાઈ, 2018 ના રોજ અપલોડ કરાયેલ એક વિડિઓ, ફેસબુક પર રોહિત સરદાના ફેન્સ ક્લબ નામના એકાઉન્ટ પર જોવા મળે છે.
ગૂગલ કીવર્ડ સર્ચની સહાયથી અમને 24 મી જૂન, 2018 ના રોજ The Mirror of India નામની ચેનલ પર અપલોડ કરેલો એક વિડિઓ જોવા મળ્યો. જે મુજબ વાયરલ વિડિઓ અને આ વિડિઓ સમાન જોવા મળે છે.
વધુ તપાસ કરતા અમને 22 નવેમ્બર, 2016 ના રોજ સ્વર્ણિમ હિન્દ નામની ચેનલ પર અપલોડ કરેલો એક વિડિઓ મળ્યો. આ વીડિયોમાં શીખ સમુદાયના લોકો દ્વારા કરવામાં આવેલ “ગલી ગલી મેં શોર હૈ, ભારત માતા ચોર હૈ” ના નારા સંભળાતા સાંભળી શકાય છે.
વાયરલ વિડિઓ અને વર્ષો જુના વિડિઓમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે, જે નીચે આપેલ બન્ને તસ્વીરમાં જોઈ શકાય છે.

Conclusion
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ વિડિઓના નજીકથી અભ્યાસ કર્યા પછી, અમે જોયું કે વર્ષો જુની વિડિઓને હાલના ખેડૂત પ્રદર્શન સાથે જોડીને શેર કરવામાં આવી રહી છે. તપાસમાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો લગભગ ચાર વર્ષ જૂનો છે. તપાસ દરમિયાન પ્રાપ્ત માહિતી અનુસાર વાયરલ થયેલા વીડિયો કેનેડામાં થયેલ પ્રોટેસ્ટનો છે.
Result :- False
Our Source
સ્વર્ણિમ હિન્દ
The Mirror of India
રોહિત સરદાના ફેન્સ ક્લબ
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)